March 6th 2012

રંગીલો ગુજરાત

.                    રંગીલો ગુજરાત

તાઃ૬/૩/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

રંગીલો ગુજરાત અમારું ભઈ રંગીલો ગુજરાત.
.            શાન જગતમાં એવી છે,જ્યાં મળે સાહસને સન્માન
મળતી માનવતા જગતમાં એજ મારુ જ છે ગુજરાત
.               ગુજરાતનું એ જ ગૌરવ છે,જે રંગીલો કહેવાય
…………..બોલો ભઈ રંગીલો ગુજરાત અમારું રંગીલો ગુજરાત.

દેશને આઝાદીની દોર દીધી હિંમતથી હતાં એ ગાંધીજી
.        જગમાં જેણે અહિંસા દીધી એ પણ હતા ભઈ ગુજરાતી
લોખંડ જેવી કાયા હતી પણ નિર્મળ વલ્લભભાઈ સરદાર
.       બન્યા ટેકો એ આઝાદીનો,એય હતા ભઈ મારા ગુજરાતી
.                                   ……………….રંગીલો ગુજરાત અમારું.

મોહમાયાને આદર છોડતાં,મળી જીવનમા ઉજ્વળ કેડી
.       મહેનત મનથી સંગે રાખતાં,જગે જીત્યા એ ગુજરાતી
લીધી કેડી જ્યાં ભક્તિપ્રેમની,ત્યાં સંતોષ મળી જાય
.        ઉજ્વળ જીવન ને માનવતા સંગે,પારકી ધરતીએ ઉભરાય
એવા ભઈ ગુજરાતી જગતમાં,રંગીલો થઈ છલકાય
.                                ……………….રંગીલો ગુજરાત અમારું.

+++++++++++++++++++++++++++++++++++++++

March 5th 2012

હોળીનો તહેવાર

.

 

 

.

.

.

.

.(રોઝનબર્ગ,ટેક્ષાસમાં હોળીનો તહેવાર મસાલા રેડીયો દ્વારા)

.                      હોળીનો તહેવાર

તાઃ૫/૩/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી રહ્યો તહેવાર અનોખો,ગુજરાતી ગુલાલથી રંગાય
.         હોળીકાનું દહન થતાં દેહથી,પ્રહલાદને પ્રેમથી ઉગારાય
.                                     ……………..આવી રહ્યો તહેવાર અનોખો.
દેહ મળતાં અવનીએ જીવને,અનેક કર્મો જીવનમાં થાય
.         સદકર્મ ને કુકર્મ કયુ છે જગતમાં,ના કોઇથીય એ પકડાય
કૃપામળે હોળીકાની જીવને,કુકર્મ બળે ને સદકર્મો સચવાય
.         અવનીપરનુ આગમન ઓળખતાં,જીવ જન્મથી છુટી જાય
.                                  ………………..આવી રહ્યો તહેવાર અનોખો.
ગુલાલ મળતાં આ દેહને,ભક્ત જલાસાંઇની કૃપા થઈ જાય
.         નિર્મળજીવન મળતાં જીવને,ના આધીવ્યાધી કોઇ અથડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં જીવનમાં,પ્રહલાદની જેમ બચાય
.        પ્રભુકૃપાનોહાથ રહેતા જીવપર,સુંદર સ્નેહ ગુલાલ બનીજાય
.                                    …………………આવી રહ્યો તહેવાર અનોખો.

……………………………………………………………………………………

March 4th 2012

પ્રેરણા

.                       પ્રેરણા

તાઃ૪/૩/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેરણા ભક્તિની સાચી,ત્યાં ભક્તિપ્રેમ થઈ જાય
નિર્મળ જીવનમાં રાહ મળે,જ્યાં મનથીજ ભક્તિ થાય
.                      ………………..મળે પ્રેરણા ભક્તિની સાચી.
ઉજ્વળ જીવન ને સન્માન,જીવને જ્યાં ત્યાં મળી જાય
આવી આંગણે કૃપા કરી જાય,જેને જગતપિતા કહેવાય
સફળતાનીકેડી સદા વહે,જીવના માર્ગ સરળ થઈ જાય
ના આફત કે કોઇ કેડી મળે,ના કળીયુગમાં જીવ  ફસાય
.                        ……………….મળે પ્રેરણા ભક્તિની સાચી.
મનની મુંઝવણ માળીયે મુકાય,ના વ્યાધી કોઇ દેખાય
આવી પ્રેમની વર્ષા મળતાં,આ જન્મ સફળ થઈ જાય
સંસારીને મળે પ્રેરણા જલાસાંઇથી,ભક્તિથી મળીજાય
નિર્મળ કેડી મળે કૃપાએ,ના અશાંન્તિ જીવનમાંદેખાય
.                        ……………….મળે પ્રેરણા ભક્તિની સાચી.

+++++++++++++++++++++++++++++++++++++++

March 3rd 2012

કલ્યાણ

                             કલ્યાણ

તાઃ૩/૩/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે જો માયા ભોલેનાથની,જે જન્મ સફળ કરી જાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,જીવને મુક્તિ મળી જાય
.                           …………….મળશે જો માયા ભોલેનાથની.
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,પાવન કર્મ જ જીવનમાં થાય
આજકાલની ના ચિંતા જીવને,જે દેહને મુક્તિએદોરીજાય
શાંન્તિનો સહવાસ મળે જીવને,એ શ્રધ્ધા સાચી  કહેવાય
ભોલેનાથના ભજન માત્રથી, માતા પાર્વતીની કૃપા થાય
.                               …………..મળશે જો માયા ભોલેનાથની.
લીધી ટેક જીવનમાં ભક્તિની,જે જીવનુ કલ્યાણ કરી જાય
મળીપ્રીત ભોલે શંભુની,ના કર્મનાબંધન જીવને મળીજાય
સ્વર્ગની સીડીનીકેડી મળતાં,જીવનમાં પાવનકર્મ થઇજાય
મુક્તિમાર્ગ ખુલતાંજીવને,ના દેહનીવ્યાધી અવનીએદેખાય
.                               ……………..મળશે જો માયા ભોલેનાથની.

======================================

March 2nd 2012

સંકટહારી

                    સંકટહારી

તાઃ૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને વળગે ઝંઝટ ત્યારે,જ્યારે અવનીએ આવી જાય
કર્મવર્તન સંગેછે ચાલે,જ્યાં દેહનાસંબંધ શરૂ થઈ જાય
                              ………………જીવને વળગે ઝંઝટ ત્યારે.
આવે વ્યાધીઓ દોડી જીવનમાં,જ્યાં દુષ્કર્મો છે ઉભરાય
આફતોનો ના અણસર મળે,એ તો અચાનક આવી જાય
સુખશાંન્તિના દ્વારખુલે દેહના,જ્યાં જલાસાંઇનીપુંજાથાય
આવતી તકલીફ દુર જ ભાગે,જ્યાં સંકટમોચનને ભજાય
                                  ……………….જીવને વળગે ઝંઝટ ત્યારે.
કર્મનાબંધન જગેજીવને,નાકોઇ જીવે અવનીએ છટકાય
નિર્મળતાનાવાદળ વર્ષેજીવનમાં,જ્યાં સાંઈભક્તિ થાય
મોહમાયાને કર્મના બંધન,જે જીવને કળીયુગે જ દેખાય
આવે ઉભરો મિનીટ માત્રનો,જે પળમાં જ ખોવાઈ જાય
                            ………………જીવને વળગે ઝંઝટ ત્યારે.

==================================

March 1st 2012

લાંબી કેડી

                          લાંબી કેડી

તાઃ૧/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગતો રહેજે માનવી જીવનમાં,
                           નહીં તો માયા વળગશે આજ
માનવ જીવન વ્યર્થ બનતાં,
                      જીવને થઈ જાય અવનીએ સાથ
                       .      ………………..જાગતો રહેજે માનવી.
આંગળી ચીંધી અણસાર મળે,
                       જે મનથી સમજનારને સમજાય
ડગલું ભરતાં સમજી ચાલતાં,
                        દેહને  નાઆધી વ્યાધી અથડાય
                              …………….જાગતો રહેજે માનવી.
સંગ થયો જ્યાં માયાનો દેહે,
                           આફતો આવીને મળી જ જાય
સમજ વિચારને ઢાંકી રાખતાં,
                             જીવની કેડીઓ બંધાતી જાય 
                           ………………જાગતો રહેજે માનવી.
ડગલું ભરતાં મનથી વિચારે,
                           એ જ સમજણ સાચી કહેવાય
આફતનો અણસાર મળે જીવને,
                          પણ નાઆફત કોઇ  મળી જાય
                            ……………..જાગતો રહેજે માનવી.

===================================

March 1st 2012

નજરની ચાલ

                    નજરની ચાલ 

તાઃ૧/૩/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ પાછળ ઉપર નીચે,સદાય દ્રષ્ટિ ફરતી જાય
સારુંનરસું સમજી લેતાં,જીવનમાં સાથ મળતો જાય
.                         ……………આગળ પાછળ ઉપર નીચે.
સ્નેહ નિતરતી વાદળી મળતાં,રાહ સરળ થઈ જાય
વિચારના વાદળથી નિકળતાં,મુંઝવણ ભાગીજજાય
શિતળતા સહવાસે મળતાં,ના આફત કોઇ અથડાય
ઉજ્વળજીવન ને શાંન્તિમળતાં,પાવનરાહ થઈજાય
.                          ……………આગળ પાછળ ઉપરનીચે.
પગલે પગલુ પારખી મુકતાં,ના ક્યાંય પડી જવાય
હાથપકડે જ્યાં પરમાત્મા,ત્યાં રાહસાચી મળી જાય
વર્ષા વરસે કૃપાની જીવપર,આધી વ્યાધી અટકાય
પગલુંભરતાં અવનીપર,કૃપા જલાસાંઇની થઈજાય
.                         ……………આગળ પાછળ ઉપર નીચે.

——————————————————–

« Previous Page