November 23rd 2012

ઉજળી પ્રભાત

                       ઉજળી પ્રભાત

તાઃ૨૩/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં,માનવીનોદીવસ સુધરી જાય
નિખાલસતાનો સાથ રહેતાં,ના આફત કોઇ અથડાઇ જાય
.                      ………………..ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.
પહેલા કિરણો લેતા સુરજના,શરીરને સ્વાસ્થ્ય આપી જાય 
દવા દારૂની મોંકણ છુટતા,નાખોટા કોઇ ખર્ચાઓ પણ થાય
રામનામની કેડી છે અનોખી,મેળવવા ભક્તિ પ્રેમથી થાય
ઉજ્વળ પ્રભાતને નિરખીલેતાં,પરમાત્માનોપ્રેમ મળી જાય
.                        ……………….ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.
પ્રીત જલાસાંઇથી કરતાં,જીવનમાં ભક્તિ સાચી થઈ જાય
મનથી સ્મરણ શ્રધ્ધાએ કરતાં,માનવજીવન ઉજ્વળ થાય
લાગણી મોહ અને માયા તો છે,કળીયુગની ભીની ચાદર
પડીજાય જો દેહપર કદીક,તો માનવજીવન વેડફાઇ જાય
.                      ……………….ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment