November 25th 2012

વૃક્ષના ફુલ

.                         જલીયાણ

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

.                      વૃક્ષના ફુલ

તાઃ૨૫/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઠક્કર કુળની નામના જગતમાં,સંત જલારામથી થાય
ગરવુ એજ સૌરાષ્ટ્ર છે,ગુજરાતમાં વિરપુર એ કહેવાય
.                 …………………ઠક્કર કુળની નામના જગતમાં.
પ્રધાન ઠક્કરની નિર્મળવાણી,ને પત્ની રાજબાઇના સંસ્કાર
ઉજ્વળ જીવન જીવી રાહ્યાતા,એ જ વિરપુર ગામ કહેવાય
પ્રેમી નિખાલસ જીવનસંગે,ત્રણસંતાન જીવનમાં મેળવાય
ભોજો,જલો અને દેવજી,એ તેમના સંસ્કારી સંતાન કહેવાય
.                …………………ઠક્કર કુળની નામના જગતમાં.
જલારામ વિરબાઇની એકજ દીકરી,જે જમનાબેન કહેવાય
ભક્તિરામ હતા જમાઇ વ્હાલા,નિર્મળ ભક્તિથી જીવી જાય
એકજ દીકરા કાળાભાઇ ,જે કુટુંબના વૃક્ષનીકેડી બની જાય
વંશ વૃધ્ધિનો અજબ કીમીઓ,જગતમાં પ્રભુકૃપાએ દેવાય
.               ………………….ઠક્કર કુળની નામના જગતમાં.
વિરપુરના ઠક્કર કુળની ગાડી,ભક્તિએ નિર્મળ ચાલી જાય
પ્રભુની પરખને જીતી લેતાં,જગે વિરબાઇ જલારામ પુંજાય
કુટુંબની કેડીએ આગળ ચાલતા,પુત્ર હરિરામનો જન્મ થાય
ભક્તિપ્રેમની જ્યોતસંગે,પત્નિ મોંધીબાનો સાથ મળી જાય
.               …………………..ઠક્કર કુળની નામના જગતમાં.
ફુલ જગતમાં ખીલતાબાગમાં,મળે સુગંધ માનવી ખુશથાય
કુટુંબ કેરા વૃક્ષની કેડી નિરાળી,જે ભક્તિએ જગે પ્રસરી જાય
હરિરામના ત્રણસંતાનો,પહેલી દીકરી રાજકુવરબેનકહેવાય
ગીરધરરામ એબીજા દીકરા,અને નાના વજુભાઇ ઓળખાય
.              …………………… ઠક્કર કુળની નામના જગતમાં.
ઠક્કર કુળના અજબ વૃક્ષની,સુગંધ વિરપુરથી પ્રસરતી જાય
રામનામની કેડીએ  રહેતા,ગિરધરરામથી કુળ આગળ જાય
ત્રણ દીકરાનાપિતા થયા,જયસુખભાઇ ને બીજા નટવરભાઇ
ત્રીજા દીકરા રસીકભાઇ થયા,જે આ કુળને આગળ લઈજાય
.               ……………………ઠક્કર કુળની નામના જગતમાં.
જલારામની ભક્તિનીકેડી,પત્નિ વિરબાઇ સંગે સચવાઇ જાય
પરમાત્માની અસીમ કૃપાએજ,કુટુંબવૃક્ષના ફુલ ઉજ્વળ થાય
અન્નદાનની ઉજ્વળ કેડી વર્ષોથી,વિરપુર ગામમાં છેસચવાય
સાચીભક્તિને પકડી રાખતા,ના દાનની કોઇ પેટી પણ રખાય
.                  ………………….ઠક્કર કુળની નામના જગતમાં.

********************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment