ગરબાનો સંગ
. .ગરબાનો સંગ તાઃ૧૫/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ માડી તમારી ભક્તિકરતા ભક્તોથી,નવરાત્રીના પવિત્રદીવસે ગરબા ગવાય તાલી સંગે ડાંડીયા રાસ રમતા,શ્રધ્ધાથી ગરબે ઘુમતા માતાને વંદન થાય .....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય. શ્રધ્ધાભાવથી ગરબેધુમતા ભક્તોના પ્રેમે,આરાશુરથી અંબામા આવી જાય પ્રેમથી ગરબે માતાને વંદન કરતા,જય અંબે જય અંબે ગરબે ગાતા જાય પાવનરાહ સંગે ગરબેધુમતા,માતાનો પ્રેમમળે જયાં તાલીઓથી વંદન થાય પવિત્રતહેવાર હીંંન્દુ ધર્મનો અવનીપર,જે મળેલદેહને પાવનકૃપાએ સમજાય .....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય. નવરાત્રીના નવદીવસે ભક્તિકરવા,પાવનરાહે ગુજરાતીઓ ગરબા રમી જાય માતાનો પ્રેમ મળે ભક્તોનો,જે પાવાગઢથી શ્રીકાળકામાતાને બોલાવી જાય પવિત્ર શક્તિશાળી મા કાળકા,શ્રધ્ધાભાવથી ગરબે ઘુમતાને ક્રૂપા કરી જાય નવ દીવસમાં મા દુર્ગાના નવસ્વરૂપના,દર્શનથી ભક્તોખુબ ખુશ થઈ જાય .....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય. ============================================================