June 7th 2022

ભક્તિની પાવનરાહ

 ભગવાન ભક્તની શ્રધ્ધા જુએ છે, નાત-જાત નહીં… – Gujaratmitra Daily Newspaper
.            ભક્તિની પાવનરાહ

તાઃ ૭/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ભગવાનની અદભુતકૃપા થઈ જાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
અવનીપર જીવને આગમન વિદાય મળે,જે મળેલદેહથીજ અનુભવ થાય
જીવને પ્રાણી પશુ જાનવર પક્ષીથી દેહ મળે,જે નિરાધાર દેહજ કહેવાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા થાય,એ જીવનમાં સમયને સમજાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
કુદરતની પવિત્રકૃપાએ જીવને પેરણામળે.એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાનીકૃપામળે,પ્રભુની ભક્તિની પાવનરાહઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી આગમનવિદાયમળે,પ્રભુનીભક્તિથી મુક્તિમળીજાય 
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે પવિત્રદેશ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની પાવનકૃપાકહેવાય 
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહ મળે,જે ભક્તિનીરાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની પવિત્રભક્તિ કરાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
###############################################################