June 15th 2022

શ્રધ્ધાની પ્રેરણા

 પ્રેરણા રામનવમી દિને | શબ્દ સથવારે
.            .શ્રધ્ધાની પ્રેરણા  

તાઃ૧૫/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રભક્તિ આપી જાય
માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવાની,કૃપાએ પાવનરાહ મળી જાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એપાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને નાકદી દુર રહેવાય,જ્યાં પરમાત્માની લીલા થાય
અનેકદેહથી જીવનુ આગમન કહેવાય,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર પક્ષીથીજ મળતો જાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણથી કદી દુરરાખી જાય
જીવને માનવદેહમળે પ્રભુનીકૃપાએ,જે જીવનાદેહને સમયની સમજણ મળીજાય
મળેલદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય 
માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભગવાનની ધુપદીપથી પુંજા કરાય  
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
####################################################################