ગુજરાત દીન
ગુજરાત દીન
તાઃ૧/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાત એ તો ગૌરવ છે ભારતનું,
ને ગુજરાતીઓ તો છે એની શાન
ઉજ્વળ જીવન,ઉજ્વળ ધર્મમાં,ગુજરાતીઓનુ છે કર્મ
માણીલેવા મળજોજગતમાં,લાવે સુખ શાંન્તિને સ્વર્ગ
…………ગુજરાત એ તો ગૌરવ છે.
આઝાદીનો જ્યાં ડંકો વાગ્યો,શુરવીર બનીને શહીદ થયા
માતૃ ભુમીની રક્ષા કાજે દેહે,હોમાયા ગુજરાતીઓ અપાર
સાર્થકજન્મ અને નામ કીધા,ને ભારતમાતા પણ હરખાય
૧ લીમેએ યાદગાર દીવસ,ગુજરાત સ્વતંત્ર દીન કહેવાય
………….ગુજરાત એ તો ગૌરવ છે.
ગુજરાતની ગરવી ગાથા છે,જે સૌ ગાયકથી સાથે ગવાય
જયજય ગરવીગુજરાત બોલતાં,પ્રદીપને હૈયે આનંદથાય
પ્રેમ ભાવના જન્મે મળી,અને સ્નેહની સાંકળ પણ બંધાય
જગતમાં વસેલ ગુજરાતી,સૌનો નિખાલસપ્રેમ પામી જાય
…………ગુજરાત એ તો ગૌરવ છે.
*****************************************