January 15th 2010
ડગલાંની કિંમત
તાઃ૧૪/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક ડગલું આગળ ચાલો,ના જુઓ ચાલતા કાંઇ
પડો કુવામાં ઉંધા માથેજ,ત્યાં તુટે હાથપગ ભઇ
………એક ડગલુ આગળ ચાલો.
જીવનમાં ઉજાસ મળે,જ્યાં ડગલુ સાચવીને મંડાય
ભણતરના સોપાન સંગે,વિચારીને જ પગલુ ભરાય
સફળતા પાયામાં રહે જ્યાં,જીવનો જન્મસફળ થાય
આધી વ્યાધી ભાગે દુર,ત્યાં ડગલાંની કિંમત દેખાય
……….એક ડગલુ આગળ ચાલો.
મતી મુકીને નેવાપર,જ્યાં સૃષ્ટિમાં ડગલું છે ભરાય
પડી જવાયત્યાં પાતાળમાં,જ્યાં જીવનનર્ક થઇજાય
પગલુ ક્યારે ને ક્યાં માંડ્યુ,એ કુદરતની ભઇ લીલા
સમજ વિચારીને આગળવધો,જ્યાં ડગલું છે દેખાય
……….એક ડગલુ આગળ ચાલો.
માબાપનેપ્રેમ નેભક્તિમાંહેત,ત્યાં જીવન ઉજ્વળ છેક
જીવતરના પાવન પગલાં,ને પ્રેમે પ્રભુ કૃપા લેવાય
નમનકરતાં વડીલોનેતનથી,આશીર્વાદની વર્ષા થાય
જીવનજીવતા માનવીને,ત્યાં ડગલાંની કિંમતસમજાય
………એક ડગલુ આગળ ચાલો.
//////========///////////========/////
January 14th 2010
ક્ષમાયાચના
તાઃ૧૪/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગતી મતીની જગમાં લેવા,માનવ દેહ જગમાં મળે
પાવન જન્મ કરવા કાજે,ક્ષમા યાચનાએ કૃપા મળે
………ગતી મતીની જગમાં લેવા.
નિર્મળપ્રેમથી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ સદા મળે
જીવન ઉજ્વળ મળી જતાં,આજન્મ સાર્થક બની રહે
મળશેમાયા મોહજગતમાં,ના તેનાબંધન છુટે કોઇથી
દેહના સંબંધ કર્મનામળે,જે ક્ષમા યાચનાએ દુર રહે
……..ગતી મતીની જગમાં લેવા.
ભુલોનો ભંડાર ભરેલો જગમાં,દેહને જ્યાં ત્યાં એમળે
માનવ જન્મને ઉજ્વળ કરવા,ભક્તિનો સંબંધ મળે
કૃપાની પ્રેમથી માગણી કરતાં,ક્ષમા સ્વરુપે એ દીસે
મહેંક માનવજીવનનેમળે,ના બીજી યાચના હવે રહે
……… ગતી મતીની જગમાં લેવા.
===============================
January 14th 2010
કુદરતનો ક્રમ
તાઃ૧૩/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગે સુરજ ઉગે ને આથમે,એ છે કુદરતનો ક્રમ
કર્મથીજ જીવને જન્મ મળે,ના એમાં કોઇ ભ્રમ
………જગે સુરજ ઉગે ને આથમે.
પંખીનો કલરવ મળે,એ પ્રભાતનો છે અણસાર
સુર્ય કિરણના આગમનથી,ઉજાસ પથરાઇ જાય
જગત જીવને કર્મના બંધન,પ્રભાતથી સમજાય
મળી જાય એ જીવને,જે જગતમાં દેહથી દેખાય
……….જગે સુરજ ઉગે ને આથમે.
માનવજન્મ મળતા જીવને,ઉજ્વળતાની તક મળે
બાળપણે માબાપનોપ્રેમ,જુવાનીમાં મહેનત થાય
જીંદગીની પાવનસફરમાં,પરમાત્માની ભક્તિથાય
ઘડપણના વાદળમાં ચાલતાં,અંતે મૃત્યુ મળી જાય
………જગે સુરજ ઉગે ને આથમે.
પશુ પક્ષી પ્રાણીના દેહમાં,ગમે ત્યાં ભટકી રહેવાય
માગણી અપેક્ષાની દ્રષ્ટિમાં,રખડતા એજ છે દેખાય
નાસંબંધ નાસરળતા માગે,છતાં ના જગે મેળવાય
અંત દેહનો નાજાણે જીવ,એજ પરમાત્માનો છે ક્રમ
………જગે સુરજ ઉગે ને આથમે.
================================
January 12th 2010
એક વિશ્વાસ
તાઃ૧૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પલક ઝબકતાં પ્રેમ મળે,ને આવી મળે હેત
મનને આવી શાંન્તિ મળે,એ છે પ્રભુના ખેલ
……..પલક ઝબકતાં પ્રેમ મળે.
કદમ માંડતા મન ડગે,ના સમજનો કોઇ મેળ
મળશે તેમ મન કહે,પણ ના કોઇ એક વિશ્વાસ
મુંઝવણના વાદળ છે ધેરા,ના દેખાય કોઇ દ્વેષ
ડગમગ મન ડગીગયું,ના કડીનો એમાં છે દોષ
………પલક ઝબકતાં પ્રેમ મળે.
લાગણીનો ઉભરો છોડીને,જ્યાં મનથી થાયકામ
નામની વ્યાધી ભાગે દુર,ના અડચણ આવે દ્વાર
જ્યાં ચિનગારી પ્રેમની,ત્યાં સરળતાએ સમજાય
શ્રધ્ધાની એક સાંકળછે,જ્યાંમહેનત સાર્થક થાય
………પલક ઝબકતાં પ્રેમ મળે.
વિશ્વાસની કેડીછે ન્યારી,જ્યાંસફળતા મળી જાય
ભક્તિમાં વિશ્વાસ રાખતાં,જલાસાંઇનીભક્તિ થાય
મહેનતમાં હિંમતરાખતાં,સારાકામ સફળથઇ જાય
વિશ્વાસ નાજુક તાંતણો,જે હ્રદયનાપ્રેમથીમેળવાય
………પલક ઝબકતાં પ્રેમ મળે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 11th 2010
તારુ કે મારુ
તાઃ૧૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારુ મારુ ત્યાં ચાલે,જ્યાં ભેદભાવની રીત
ના માયા વળગે જીવને,જ્યાં પ્રભુથી પ્રીત
…….તારુ મારુ ત્યાં ચાલે.
જન્મમળે જ્યાં ધરતીપર,માબાપના મળે હેત
પાપા પગલી નિરખતાં,સંતાનથી માયા લાગે
પ્રેમમળે જ્યાં સૌનો,ત્યાં બાળકને આનંદ થાય
મારુતારુ ના સમજે એ,જ્યાં મળી જાયછે પ્રેમ
………તારુ મારુ ત્યાં ચાલે.
પ્રભુભક્તિના બારણે આવતાં,જગતજીવ સૌએક
ભેદભાવના નાકિનારા,કે નાકોઇ પામવાનીરીત
શ્રધ્ધાની જ્યાંપકડીદોર,મળીજાય ભક્તિથીપ્રીત
બંધન દેહના નારહે કોઇ,સર્વ પર દ્રષ્ટિ જયાંએક
……….તારુ મારુ ત્યાં ચાલે.
એક બે ના હિસાબ થાય,ત્યાં ત્રીજોજ ફાવી જાય
સમયને પકડી ચાલતાં,માનવ જન્મ સફળ થાય
મહેનત મનથી કરતાં,ત્યાં અપેક્ષાએ ના રહેવાય
મળી જાય એ હક્ક તમારો,ના મહેંર કોઇની થાય
…….તારુ મારુ ત્યાં ચાલે.
===============================
January 10th 2010
કરેલા કર્મ
તાઃ૧૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતનીમ છે જગતપિતાનો,સાર્થક જીવનો સંગ
કામનામએ ભક્તિ સંગથી,ભગાવશે દુન્યવી રંગ
…….જગતનીમ છે જગતપિતાનો.
માનવજીવન ઉજ્વળતાદે,જો મેળવે જગમાં પ્રેમ
મારુંતારું નાવળગે જ્યારે,લાવશે ઉમંગ જીવનમાં
કર્મનાબંધન દેહને વળગે,જે પાવન કરે આ જન્મ
પામીપ્રેમ પરમાત્માનો,મળશે સારા જીવોનો સંગ
……..જગતનીમ છે જગતપિતાનો.
વાણી વર્તનએ દેહનીસાથે,જે મતી તરફ લઇજાય
કોણ,ક્યારે,કેમઆવે,ના જીવનમાં કોઇથી સમજાય
ભક્તિનો એક સાચોતાંતણો,મોહમાયાને ભગાડે દુર
લઇ જાય મુક્તિના માર્ગે,જે સાચાસંતથી મેળવાય
…….જગતનીમ છે જગતપિતાનો.
સુર્યોદયનો સહવાસસૌને,મળે જીવને વર્તનએ સંગે
સુર્યાસ્ત આવશે આંગણે,પણ ના મોહનો છોડશેરંગ
દીનચર્યામાં વર્તનનોદોર,મેળવશે ભવભવનાબંધન
કરેલા સારાકર્મથી દેહને,મળશે પરમાત્માનાપગરણ
……. જગતનીમ છે જગતપિતાનો.
*****************************************
January 10th 2010
અતુટ માયા
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણાસાગર,મુક્તિ દાતા,જગજીવનના ભાગ્ય વિધાતા
કરીએ પુંજનઅર્ચન મનથી,કરશે જીવનઉજ્વળ તનથી
……..કરુણા સાગર,મુક્તિ દાતા.
ભક્તિની જો માયાલાગી,તો જન્મસફળ થઇ જશે અહીં
મુક્તિ દ્વાર ખોલશે કરુણાસાગર,તનને શાંન્તિમળી જશે
નાચિંતા આવતીકાલની રહેશે,કે નાબારણે ઉભી ઉપાધી
ઉજ્વળ જીવન મહેંકી રહેશે,ને જીવને શાંન્તિ મળી જશે
……….કરુણા સાગર,મુક્તિ દાતા.
માયાજો વળગી મોહની તો,ના રહેશે આરો કે ઓવારો
મુંઝવણ વણમાગી મળીજશે,ને ના સાથકે કોઇ સહારો
એક માગેલુ મળીજશે,તે પહેલાબીજુ વણમાગેલુમળશે
અલખની જ્યાં દ્રષ્ટિ પડશે,બંધન છુટીજશે આ તનથી
……….કરુણા સાગર,મુક્તિ દાતા.
/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/
January 9th 2010
આજ અને કાલ
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ દેહના બંધન,
મળતા જીવને જગના સગપણ
જન્મ ધરે જ્યાં જીવ જગતપર,
મળીજાય આજકાલની એ અંદર
……… આજકાલ એ દેહના બંધન.
પરમાત્માની કૃપા અને,જીવના જગતના બંધન
જીવને એવો જ દેહમળે,એ માનવી પશુ કે બંદર
લેણદેણ છે હિસાબ પ્રભુનો,નામાનવી સમજે કોઇ
ભક્તિભાવમાં જે જીવ ચાલે,એણે પ્રભુકૃપાને જોઇ
………આજકાલ એ દેહના બંધન.
આજને પકડી જે ચાલે જગમાં,ના તેને ચિંતા કોઇ
મળીજાય મહેનતથી આજે,તેણે કાલ ઉજ્વળ જોઇ
કાલ કરવાની તેવડમાં જ,જે આજને ભુલીજ જાય
આવે વ્યાધી આંગણે આજે,નાકાલ માટે એ રોકાય
……….આજકાલ એ દેહના બંધન.
આ સમયને પકડી ચાલતાં,સઘળુજ સચવાઇ જાય
રાહની કોઇ ના જરુરપડે,કે ના સમય વેડફાઇ જાય
આજ કાલનો ના વિચાર કરતાં,વ્યાધીઓ દુર થાય
મળીજાય જ્યાં કૃપા પ્રભુની,ત્યાં હિંમતથીજ જીવાય
………આજકાલ એ દેહના બંધન.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
January 6th 2010
ભણતરની કિંમત
તાઃ૫/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભણતરની ના કિંમત,જ્યાં અભિમાન આવી જાય
દમડીને જ્યાં ચોંટીરહેતા,સંસ્કાર પણ ખોવાઇ જાય.
……..ભણતરની ના કિંમત.
માનવતાની મહેંકમાંરહેતા,માણસાઇ પણ આવીજાય
રહેતાંસંગે પ્રેમથીજ્યારે,જીવનમાં સરળતાઆવીજાય
ભણતર દેછે કેડી જીવનની,ના જગમાંજીવનો આધાર
સાચું એ જ ભણતર છે,જ્યાં માબાપનોપ્રેમ મળીજાય
……..ભણતરની ના કિંમત.
ના જગમાં સહકાર મળે,કે ના મળે કોઇનો સાચો પ્રેમ
અભિમાનના વાદળઘેરાતાં,જીવને અંધારુ જગમાંમળે
કરવા પ્રેમથી કામ જગમાં,ત્યાં સર્વસ્વ સ્નેહેમળીજાય
નામદામ એ સંસ્કારસંગે,ત્યાં નમ્રતા જીવે આવી જાય
……..ભણતરની ના કિંમત.
ભણતર છે ચણતરજીવનનું,ને સંસ્કાર જીવનનો પાયો
લાયકાત કેળવી જીવનજીવતાં,મળશે ત્યાં દેહનેસહારો
જીવન ઉજ્વળ દીસે ત્યારે,જ્યાં પ્રેમે પ્રભુની કૃપા મળે
આશીર્વાદની વર્ષા મધ્યે,જીવને પણમળશે મુક્તિઅંતે
……..ભણતરની ના કિંમત.
++++++++++++++++++++++++++++++++
January 6th 2010
વાદળ વિરહના
તાઃ૫/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મ મળે જ્યાં જગમાં,દેહ ત્યાં મળી જાય
સુખદુઃખની છાયામાં રહેતાં,અંતે દેહપણ છુટી જાય
………જીવને જન્મ મળે જ્યાં.
માનવદેહની માયાન્યારી જગમાં,મનને મળી જાય
કર્મધર્મની લઇને ત્યાં ચારણી,જગમાં એ ફરી જાય
માયા મળશે વણ માગી,જ્યાં સ્નેહ જ ઉભરાઇ જાય
બંધનદેહના જ્યાંબંધાશે,વાદળ વિરહના આવશેત્યાં
………જીવને જન્મ મળે જ્યાં.
રોજ સવારે પુંજનકરતાં,ભક્તિથી પરમાત્મા હરખાય
કાયાને માયાનાબંધન,જે દેહને સુખદુઃખ આપી જાય
ભક્તિ પ્રેમથી કરતાં પ્રભુની,અળગી થઇ જાય માયા
નાબંધન માયાનારહેશે,નામળશે વાદળવિરહનાકાળા
……….જીવને જન્મ મળે જ્યાં.
જીવ જ્યાં માયાથી છટકશે,ત્યાં છુટશે દેહના આબંધન
આવી આંગણે પ્રેમ દેવા,સંતોના થાશે ઘરમાં પગરણ
કોણ ક્યારે મુક્તિલેશે જગથી,જીવને ત્યાંમળશે સ્પંદન
ના જન્મમરણના ટેકારહેશે,આવશે પ્રભુ પ્રેમના બંધન
……….જીવને જન્મ મળે જ્યાં.
=================================