January 6th 2010

વાદળ વિરહના

                   વાદળ વિરહના

તાઃ૫/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળે જ્યાં જગમાં,દેહ ત્યાં મળી જાય
સુખદુઃખની છાયામાં રહેતાં,અંતે દેહપણ છુટી જાય
                           ………જીવને જન્મ મળે જ્યાં.
માનવદેહની માયાન્યારી જગમાં,મનને મળી જાય
કર્મધર્મની લઇને ત્યાં ચારણી,જગમાં એ ફરી જાય
માયા મળશે વણ માગી,જ્યાં સ્નેહ જ ઉભરાઇ જાય
બંધનદેહના જ્યાંબંધાશે,વાદળ વિરહના આવશેત્યાં
                              ………જીવને જન્મ મળે જ્યાં.
રોજ સવારે પુંજનકરતાં,ભક્તિથી પરમાત્મા હરખાય
કાયાને માયાનાબંધન,જે દેહને સુખદુઃખ આપી જાય
ભક્તિ પ્રેમથી કરતાં પ્રભુની,અળગી થઇ જાય માયા
નાબંધન માયાનારહેશે,નામળશે વાદળવિરહનાકાળા
                             ……….જીવને જન્મ મળે જ્યાં.
જીવ જ્યાં માયાથી છટકશે,ત્યાં છુટશે દેહના આબંધન
આવી આંગણે પ્રેમ દેવા,સંતોના થાશે ઘરમાં પગરણ
કોણ ક્યારે મુક્તિલેશે જગથી,જીવને ત્યાંમળશે સ્પંદન
ના જન્મમરણના ટેકારહેશે,આવશે પ્રભુ પ્રેમના બંધન
                                 ……….જીવને જન્મ મળે જ્યાં.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment