January 11th 2010

તારુ કે મારુ

                 તારુ કે મારુ

તાઃ૧૦/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

તારુ મારુ ત્યાં ચાલે,જ્યાં ભેદભાવની રીત
ના માયા વળગે જીવને,જ્યાં પ્રભુથી પ્રીત
                            …….તારુ મારુ ત્યાં ચાલે.
જન્મમળે જ્યાં ધરતીપર,માબાપના મળે હેત
પાપા પગલી નિરખતાં,સંતાનથી માયા લાગે
પ્રેમમળે જ્યાં સૌનો,ત્યાં બાળકને આનંદ થાય
મારુતારુ ના સમજે એ,જ્યાં મળી જાયછે પ્રેમ
                          ………તારુ મારુ ત્યાં ચાલે.
પ્રભુભક્તિના બારણે આવતાં,જગતજીવ સૌએક
ભેદભાવના નાકિનારા,કે નાકોઇ પામવાનીરીત
શ્રધ્ધાની જ્યાંપકડીદોર,મળીજાય ભક્તિથીપ્રીત
બંધન દેહના નારહે કોઇ,સર્વ પર દ્રષ્ટિ જયાંએક
                           ……….તારુ મારુ ત્યાં ચાલે.
એક બે ના હિસાબ થાય,ત્યાં ત્રીજોજ ફાવી જાય
સમયને પકડી ચાલતાં,માનવ જન્મ સફળ થાય
મહેનત મનથી કરતાં,ત્યાં અપેક્ષાએ ના રહેવાય
મળી જાય એ હક્ક તમારો,ના મહેંર કોઇની થાય
                                …….તારુ મારુ ત્યાં ચાલે.

===============================