January 29th 2010

કર્મની ઓળખાણ

                       કર્મની ઓળખાણ

તાઃ૨૮/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
                        ………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
                      ………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ થાય
સમય ના હાથમાં કોઇના,કે ના કોઇથી એ કદી રોકાય
સંતનુ શરણુ મેળવી લેતાં,જીવને સદ માર્ગે દોરી જાય
અલખની દોરી મેળવીલેતાં,કર્મે જીવન પણમહેંકી જાય
                        ……….જીંદગી તો જીવી જવાની.

===================================

January 29th 2010

અવસ્થા

                                  અવસ્થા

તાઃ૨૮/૧/૨૦૧૦                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધનમાં ભઇ,જીવને જન્મ મળી જાય
કૃપાપ્રભુની એવીનિરાળી,સમયે અવસ્થા દેખાઇ જાય
                           ………જન્મ મરણના બંધનમાં.
માતાની કૃપા થકી જીવને,જગતમાં દેહ મળી જાય
બાળપણ દેહને મળતાં,સર્વનો પ્રેમ પણ આવી જાય
હાલરડાની મીઠી સોડમમાં,માબાપનો પ્રેમછે લેવાય
આંખની પલક જોવાને માતા,સારી રાત જાગી જાય
                         ………..જન્મ મરણના બંધનમાં.
માયા છુટતાં બાળપણની દેહે,જુવાનીના મળે સોપાન
બુધ્ધિ ચાતુર્ય વાપરી લેતાં,જીવનમાં કેડી મળી જાય
સોપાન સધ્ધરતાનામળે,જ્યાં મહેનત મનથીજ થાય
જુવાનીની અવસ્થાને પારખતાં,જન્મ સફળ થઇ જાય
                           ………જન્મ મરણના બંધનમાં.
કુદરતની કલા પારખતાં, સમયે ઉંમરની આવે દિવાલ
સાચવીનેટેકો લાકડીનોલેતાં,ના ડગીમગી ક્યાંયજવાય
સહવાસ અને સથવાર મળતાં જ,મનને હળવાસ થાય
બાળપણ,જુવાનીકે ઘડપણ,આ દરેક અવસ્થા સચવાય
                            ……..જન્મ મરણના બંધનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@