January 26th 2010

મળી આઝાદી

                          મળી આઝાદી

તાઃ૨૫/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુલામીની પકડાયેલી ગરદન,મુક્તિ  એ  મલકાય
આઝાદીની આંગળી પકડતાં,ભારતીય સૌ હરખાય
                  ……….ગુલામીની પકડાયેલી ગરદન.
ડોકીનીચી ને ગરદનપણ નીચી,જ્યાં ગુલામી દેખાય
ના આરો કે કોઇ ઉપાયમળે,જ્યાં પરદેશીઓ હરખાય
મુક્તિ મેળવવા કાજે સૌ ભેગા થાય,મળે હાથમાં હાથ
ગુલામીમાં પડેજ્યાં તડ,ત્યાં દ્વારઆઝાદીના ખુલીજાય
                     ……..ગુલામીની પકડાયેલી ગરદન.
ભેદભાવની ઝંઝટ જ્યાં છુટે,ત્યાં માનવતા મળી જાય
આંગળીપકડી ચાલતાબાળકને,સાથ જ્યાં હાથનોથાય
ટેકાની એક ટકોર મળતાં,થઇ જાય સૌ એકદમ તૈયાર
ના ઉભા રહે લોભ,ઇર્ષા, દ્વેષ,જ્યાં જય ભારત કહેવાય
                   ……….ગુલામીની પકડાયેલી ગરદન.
શાનમળે એદેહને જગમાં,જે પ્રજાનેખુશી જોઇ હરખાય
ભેંટ મળે બંધુકની ગોળીની,તોય એ માનવી મલકાય
મૃત્યુની લીધી માયા જ્યાં દેહે,ત્યાં સલામી મળી જાય
ઉજ્વળ નામ અને કામ થાય,જ્યાં આઝાદી મળી જાય
                      ……..ગુલામીની પકડાયેલી ગરદન.

*******************************************