January 16th 2010

આ છે પસંદગી

                  આ છે પસંદગી

તાઃ૧૬/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘર સારું શોધતાં અહીં,હવે વર સારો નામળે
વહુની સાથે ચાલતાં હવે,અહીં જોબ ના મળે
                   ……….ઘર સારું શોધતાં અહીં.
કળીયુગની આ માયાછે,જ્યાં સહવાસ ના મળે
આગમન એકલુ અવનીએ,ત્યાં સંગાથ ના મળે
મારુંમારુંની માયારહેતા જગે,ઘુમાવાય ઘણુબધુ
ના મળે આમ કે દાન ત્યાં,સમઝણ ચાલી જાય
                    ……….ઘર સારું શોધતાં અહીં.
વર કોણ ને વહુ કોણ,એ સમય આવેજ સમજાય
આંગળીપકડી માબાપ ચાલે,ના મળે કોઇ સંગાથ
દીકરો દીકરી સમય આવતાં,જીવ દોરી પકડી લે
વિચારના વમળમાં રહેતાં,કુદરત પણ દગો દઇદે
                     ……….ઘર સારું શોધતાં અહીં.
સગાંસંબંધી ત્યાંસુધીસાથદે,જ્યાં સગપણ દેખાડે
સમયનીકેડી પાછી પડતાં,સગાં પણ દુર ભાગેરે
એકલ હું ને જીવ પણ એકલો,લાગે જગમાં ત્યારે
અવનીપર ના ફરી આવવું,જીવને એ સંકેત રહે
                    ………..ઘર સારું શોધતાં અહીં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

January 16th 2010

મહાત્મા અને સંત

                           મહાત્મા અને સંત

તાઃ૧૬/૧/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનેજગતમાં જન્મથીસંબંધ,અવતરણને કર્મનાબંધન
પ્રાણી પશુ માનવ કે પક્ષી,જગમાં બને એ દેહના દર્શન
                         ………. જીવને જગતમાં જન્મથી.
વિશ્વ વ્યાપી જગત આધારી,પ્રભુને પરમાત્મા કહેવાય
સૃષ્ટિના છેએ સર્જનહારી,સમયે સૃષ્ટિને લપડાક દેનાર
જગત જીવના જન્મ મરણનો,હિસાબ પણ એછે કરનાર
એવા પરમ કૃપાળુ પ્રભુને,જગતમાં લાખ લાખ પ્રણામ
                           ………મારા લાખ લાખ પ્રણામ.
આવ્યા અવનીએ દેહ ધરીને,અંતે લઇ ના કશુ જનાર
જીવને મળતી માયા જગ પર,જે જન્મ ફરી દઇ જાય
કર્મના બંધન તો દરેક જીવને,પાવન એ છે તમ હાથ
જન્મ સફળ આ ધરતી પર કરનારને મહાત્મા કહેવાય
                 …….ભારતમાંએ મહાત્મા ગાંધી કહેવાય.
જીવને દેહ મળે માનવનો,જ્યાં જગના બંધન મળનાર
જગની કેડી જીવપકડે,માનવ કે પશુ અવનીએ થવાર
ભક્તિનો સંગાથપકડીને જગમાં,જીંદગી જે જીવી જાય
પ્રભુ કૃપા થકી અંજામ બતાવે,જગમાં સંત તે કહેવાય
                 …….ભારતમાં એ સંત જલારામ કહેવાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 16th 2010

સીરીયલ

                       Cereal

તાઃ૧૫/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

Cereal  જોઇને ખુશ હું થાતો,મળશે વિટામીન સૌ
A મળશે, B મળશે,ને સાથે C પણ મળી જશે ભઇ
                     ………..Cereal  જોઇને ખુશ હું.
દુધમાં તો Whole  Milk,કે પછી 2 % વાળુ મળે
Fat  ઘટાડેલ દુધમળશે,નાફેર ગાયકેભેંસનો અહીં
વિટામીનને શોધવા જતાં ભઇ,મળે expire date
મનમાં એમકે તાજુ મળશે,મશીન કે ઘરનુંકોઇ ફેર
                        ………Cereal  જોઇને ખુશ હું.
સાત્વીક ભોજન જોતાં,બતાવે એના ingredients 
શું મેળવેલ ને કેટલુ મળશે,તે છાપેલ છે ખોખા પર
દેખાયતાજુ પણ કેટલુરહેશે,તે મશીન થકી કહેવાય
ક્યારે એ  expire  થાય,એ તો કહેવાની જરુર એક
                        …….. Cereal  જોઇને ખુશ હું.
બ્રેડ તાજા કે બટર તાજુ,એ તો વાંચીનેય કહેવાય
તારીખ વાંચી ખરીદવું,નહીંતો મળે expire date
ના અસર કરે કોઇ,કે ના ભાવે એ સ્વાદ વિચિત્રદે
આતો ભઇ અમેરીકા,જ્યાં દેખાદેખથીજ મળે લહેર
                      ………. Cereal  જોઇને ખુશ હું.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx