January 16th 2010

મહાત્મા અને સંત

                           મહાત્મા અને સંત

તાઃ૧૬/૧/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનેજગતમાં જન્મથીસંબંધ,અવતરણને કર્મનાબંધન
પ્રાણી પશુ માનવ કે પક્ષી,જગમાં બને એ દેહના દર્શન
                         ………. જીવને જગતમાં જન્મથી.
વિશ્વ વ્યાપી જગત આધારી,પ્રભુને પરમાત્મા કહેવાય
સૃષ્ટિના છેએ સર્જનહારી,સમયે સૃષ્ટિને લપડાક દેનાર
જગત જીવના જન્મ મરણનો,હિસાબ પણ એછે કરનાર
એવા પરમ કૃપાળુ પ્રભુને,જગતમાં લાખ લાખ પ્રણામ
                           ………મારા લાખ લાખ પ્રણામ.
આવ્યા અવનીએ દેહ ધરીને,અંતે લઇ ના કશુ જનાર
જીવને મળતી માયા જગ પર,જે જન્મ ફરી દઇ જાય
કર્મના બંધન તો દરેક જીવને,પાવન એ છે તમ હાથ
જન્મ સફળ આ ધરતી પર કરનારને મહાત્મા કહેવાય
                 …….ભારતમાંએ મહાત્મા ગાંધી કહેવાય.
જીવને દેહ મળે માનવનો,જ્યાં જગના બંધન મળનાર
જગની કેડી જીવપકડે,માનવ કે પશુ અવનીએ થવાર
ભક્તિનો સંગાથપકડીને જગમાં,જીંદગી જે જીવી જાય
પ્રભુ કૃપા થકી અંજામ બતાવે,જગમાં સંત તે કહેવાય
                 …….ભારતમાં એ સંત જલારામ કહેવાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment