January 17th 2010

દીપુ,દીપુ…..

                                દીપુ,દીપુ…..

તાઃ૧૭/૧/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીપુ,દીપુની બુમ સાંભળતા, દીપલ ઘરમાં આવે દોડી
સરોજબેનની લાડલી દીકરી,પાપા પગલી કરતી જ્યારે

પગલું ભરતાં પહેલા એ વિચારે,ઉજ્વળ જીવનને લેવા
સંસ્કાર ભરેલા કુંટુંબની દીકરીને, સૌ પ્રેમ દીલથી દેતા
અશોકકુમારની દીકરી વ્હાલી,ને વૈભવનીએ વ્હાલીબેન
માતાપિતાની પ્રેમની હેલી,દીકરીને વ્હાલ દઇદે દીલથી

ડાહ્યાભાઇ ને કમળાબાના દીકરા,અશોકભાઇની આદીકરી
માતા સરોજબેનની વ્હાલી,કુટુંબીઓનો પ્રેમપણ એ લેતી
ઉજ્વળ વેળા આવી આંગણે,દીપુએ સંસારની કેડી પકડી
ડીસેમ્બરની ૨૨મી ૨૦૦૯ની,આવ્યા સગા સંબંધીને સ્નેહી

મહેળાવથી પ્રેમેપધાર્યા,દીપુને દેવાજીવનની ઉજ્વળકેડી
જીતેન્દ્રભાઇને ચેતનાબેનના, સંસ્કારી દીકરા કલ્પેનકુમાર
લગ્નના પવિત્રબંધન લઇને,દીપુનોસંગાથ જીવનમાંલેવા
દીકરીના દ્વાર છોડી,પત્ની બનીએ,અને ઘરની વ્હાલી વહુ

———-+++++++————++++++++———–
તાઃ૨૨/૧૨/૨૦૦૯          મંગળવાર               હ્યુસ્ટન.

       જીવતરની કેડી પકડવા ચી.દીપુ તાઃ૨૨/૧૨/૨૦૦૯ ના રોજ
મહેળાવના ચી.કલ્પેનકુમાર સાથે લગ્નબંધનથી સગાંસંબંધીઓની
સાક્ષીએ મંગળફેરા ફરી બંધાઇ.આ પવિત્ર પ્રસંગનીયાદ સ્વરૂપે આ
લખાણ અમારા તરફથી ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી જય જલારામ સહિત.

January 17th 2010

સિંદુરની કિંમત

                       સિંદુરની કિંમત

તાઃ૧૬/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવનોસફળ બને,જ્યાં દેહને ઉજ્વળ કુળમળે
પવિત્ર પાવન ભક્તિ મળે,ને હિન્દુકુળમાં જન્મ મળે
                      ………જન્મ જીવનો સફળ બને.
માતાપિતાનો હરખ મળે,જ્યાં સંતાનને સાચી રાહ
નિર્મળ પાવન પ્રેમ વહે,ને માનવજીવનમાં ઉજાસ
શીતળ જીવનનો સહવાસ લેવા,દીકરી સાસરે જાય
સંસારનાસહવાસી પતિથી,ત્યાં સેંથામાંસિંદુર પુરાય
                         ………જન્મ જીવનો સફળ બને.
શ્રધ્ધા અને વિશ્વાસમાં જ્યાં અંતરે પ્રેમ આવી જાય
ચપટી સિંદુર કપાળમાં મુકતા,સૌભાગ્યવતી થવાય
ચપટીની ગપટી ના સમજાતા,શ્રીહનુમાનજી મુંઝાય
શરીરે સિંદુરલગાવી,પ્રભુરામનાચરણનું શરણુ લેવાય
                         ………જન્મ જીવનો સફળ બને.

==================================