January 18th 2010

સલામ

                            સલામ

તાઃ૧૭/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં ઉમંગ થાય અનેરો,ને જીવનમાં સાચીરાહ મળે
સલામ એ જીવને થાય,જેની કૃપાએ જન્મના ફેરા ટળે
                              ………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ પરમાત્માને થાય,જેની કૃપાએ જીવને દેહ મળે
મુક્તિ પામવા જન્મ મરણથી,માનવ જન્મ સાર્થક રહે
ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,પાવક જીવન માર્ગ મળે
પળપળનોસહવાસ ભક્તિથી,જીવનેજન્મથી મુક્તિ મળે
                               ………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ માબાપને થાય અંતરથી,જેનાથકી આદેહ મળે
જીવને મુક્તિનો માર્ગ લેવા,માન જન્મથી શુધ્ધિ મળે
ઉપકારઅતિ માબાપનો જીવપર,જેનાથકી આતકમળે
સાર્થક જીવનો જન્મ કરતાં જ,કાયમ પ્રભુનુ શરણું મળે
                              ……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ દેહના શિક્ષકને કરીએ,જેમના થકી ભણતર મળે
મહેનત સાચીરાહે કરતાં,મનુષ્યજીવન પાવન બની રહે
ભણતરનાસોપાન પામતા,જીવનમાં માનવતાસંગ મળે
ઉજ્વળ જીવન જીવી જતાં,સાર્થક માનવ જન્મ બની રહે
                               ……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ સાચાસંતને તનમનથી,જેનાથકી પાવનરાહ મળે
ભક્તિનો સંગાથ મળતાં જીવને,જીવની મુક્તિના દ્વાર ખુલે
મહેંકી જાય આમાનવ જીવન,જ્યાં પ્રભુકૃપાની વર્ષાવરસે
આધી વ્યાધી ટળીજતાં,જગતમાં માનવજન્મ સાર્થક બને
                               ………..હૈયામાં ઉમંગ થાય અનેરો.

+++++++++++++++++++++++++++++++++++++++

January 18th 2010

શ્રધ્ધાનું બળ

                             શ્રધ્ધાનું બળ

તાઃ૧૭/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામ મને ભક્તિ દેજો,જ્યાં મળવા આવે પ્રભુ રામ
સાંઇબાબા મને પ્રેમ દેજો,જ્યાં પરમપિતા પણ હરખાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.
નિત્ય સવારે પ્રાર્થના કરતાં,મનને શાંન્તિ મળી જાય
પ્રભાતના પહેલા કિરણોથી,ઉજાસ ઘરમાંય થઇ જાય
મોહમાયાના બંધન પણ તુટે,નારહે અપેક્ષા મનમાંય
પવિત્ર જીવન પામવા કાજે,સંત જલાસાંઇને ભજાય
                           ………જલારામ મને ભક્તિ દેજો.
માનવ જીવન સાર્થક કરવા,નાકોઇ દેહને દુઃખી કરાય
પ્રેમ પામવા પ્રેમદેતાં જગમાં,પરમાત્મા પણ હરખાય
એક દ્રષ્ટિએ પ્રભુને જોતાં,ના ભેદભાવ કોઇજગે દેખાય
માનવતાનો સંકેતમળેજીવને,જ્યાં સાંઇબાબાને ભજાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.
કર્મના બંધન જીવની સાથે,જે માનવદેહને દોરી જાય
માનવતાની મહેંક સંગે રહે,જ્યાં સંતને શરણે જવાય
માયામુકી જ્યાં ભક્તિથાય,ત્યાં પરમાત્મા આવી જાય
ઉજ્વળ દેહના દર્શન થાતાં,જીવનો જન્મ સુધરી જાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.

***********************************************