January 8th 2010

મળશે મને પ્રેમ

                        મળશે મને પ્રેમ

તાઃ૭/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવનો સાર્થક બનશે,છુટશે જ્યાં માયા મોહ
આજકાલ ના ગણવા પડશે,ઉજ્વળ બનશે આ દેહ
                       ……….જન્મ જીવનો સાર્થક બનશે.
માનવતાની મહેંકને લાવે,જ્યાં સ્નેહ પ્રેમ ને હેત
કરવા જગના કામ પ્રેમથી,માનવ બન્યા છો એમ
મોહ માયાને દુર રાખી,કરતો મારા સઘળાજ કામ
મિત્ર,દુશ્મન ના ભેદભાવને જોતો,મળશે મને પ્રેમ
                      ……….જન્મ જીવનો સાર્થક બનશે.
આંગણે આવેલ જીવને,હુ દઉ દીલથી જ મારો પ્રેમ
ના અપેક્ષાના કોઇ વાદળ,કે  ના ઇર્ષાની કોઇ લહેર
નાતજાતના ના ભેદભાવ મનમાં,કેના ઇર્ષા કે દ્વેષ
સઘળા મારા પ્રેમી જછે,ને હું  છું તેમનો સાચો પ્રેમ
                       ………જન્મ જીવનો સાર્થક બનશે.
સાધુ સંત કે ફકીર જગે, એજ્યાં બને દેખાવના દ્વાર
નામળે કોઇ આરો કે સહારો,ના છુટે દેહે જગના વેર
મનુષ્ય જીવન સાર્થક થાશે,નેમળશે હૈયેથી જ પ્રેમ
પરમાત્માનીકૃપાઅપાર,જ્યાંમળશે દિલથીસૌનાહેત
                       ………જન્મ જીવનો સાર્થક બનશે.
જલાબાપાનુ જીવન જોતા,અન્નદાનની મને છે ટેવ
બારણે આવતાં જીવોથીજ,જરુર મળશે પ્રભુનો પ્રેમ
જન્મસફળની ભાવના રહેતા,આવશે હૈયે પુરણ હેત
ના મારુ,આપણું જગમાં રહેશે,નેના અપેક્ષાના વ્હેણ
                       ………જન્મ જીવનો સાર્થક બનશે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

January 8th 2010

લાગણીનું બારણું

                   લાગણીનું બારણું

તાઃ૭/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મળેલ જીવને, ના દેખાવમાં એને છે હેત
એતો કરતો જગનાકામ,લાગણી સાથે રાખી પ્રેમ
                     ………. સંસ્કાર મળેલા જીવને.
ભાવના પ્રેમ ને સ્નેહનો,હરપળ જીવનમાં છે સંગ
કરશે પળપળ એ પાવન,વંદન પ્રભુને અંગે અંગ
આવશેબારણે કૃપાપ્રભુની,ને જીવને શાંન્તિનીદોર
ખુલી જશે ત્યાં લાગણીનું બારણું,ના રહેશે કોઇમોહ
                      ………. સંસ્કાર મળેલા જીવને.
શું લઇને આવ્યા જગમાં,ને શું લઇને તમે જવાના
કર્મના બંધન જીવથી રહેશે,જે ઉજ્વળ કરશે જન્મ
મોહમાયાના બંધન રહેશે, એ મનુષ્ય જન્મની દેન
પ્રભુ કૃપા એ જીવન કેડી,આવશે અંતે જીવને ચેન
                       ………. સંસ્કાર મળેલા જીવને.

૦(((((((((((((((((((((((()))))))))))))))))))))))))૦