January 25th 2010

સરવાળો

                             સરવાળો

તાઃ૨૪/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરવાળાની માયા જગમાં,સતકર્મીથી  સમજાય
જન્મ મળતાં જીવને જગમાં,માનવ દેહ હરખાય
                    ……..સરવાળાની માયા જગમાં.
મળેલ જગના બંધન એતો,જન્મે જીવથી બંધાય
કોનુ કેટલુ ક્યાં બંધાણુ,તે પરમાત્માથીજ સંધાય
માગણી મનથી ભક્તિની લેતાં,પ્રભુ કૃપા દેખાય
જીવઅંતે હરખાય  જ્યાંસરવાળે શ્રધ્ધાવધી જાય
                   ………સરવાળાની માયા જગમાં.
કર્મ છે જીવના બંધન,ને વર્તન જગના કહેવાય
માનવજન્મ સાર્થક થાય,જ્યાં સતકર્મો સચવાય
ઉજ્વળ આવતીકાલ દીસે,ને દેહે સુખ મળી જાય
ભાગ્યબંધન લેવા જ્યાંસરવાળે મહેનતવધીજાય
                   ……….સરવાળાની માયા જગમાં.

—————-++++++++++++++—————-

January 25th 2010

ગાડી કે લાડી

                          ગાડી કે લાડી

તાઃ૨૪/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘોડા વગર ના ચાલે જગમાં,એને ઘોડાગાડી કહેવાય
જેના વગર નાચાલે ઘર,એને જ ઘરની લાડી કહેવાય
                     ……….ઘોડા વગર ના ચાલે જગમાં.
આ કુદરતની અપારલીલા,માનવી ડગલી ચાલે નહીં
સાથ અને સહકાર મળતાં,સફળતાને વાર લાગે નહીં
પૄથ્વી પરનાં પગરણ ગણતાં,સાચી રાહ જ મળે નહીં
ઘોડાગાડીનો સાથ જ લેતાં,મંજીલ પર પહોંચીએ ભઇ
                     ……….ઘોડા વગર ના ચાલે જગમાં.
દુનીયા એતો દર્પણજેવી,જે હોય સામે તેદેખાય અહીં
મળવા માનવતાતરસે,પણ સાથમાં કોઇ હોયજ નહીં
સંસારનીસરગમને પકડતાં,પાવન આજન્મ થઇ જાય
મળીજાય લાડી સંસ્કારી,ઉજ્વળ જન્મ આ મહેંકી જાય
                    ……….ઘોડા વગર ના ચાલે જગમાં.

%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%$%