January 13th 2010

વિઘ્નેશ્વર

 Vighneshver

                           વિઘ્નેશ્વર

તાઃ૧૨/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મના બંધન જીવને,ને મૃત્યુના બંધન દેહને,
કર્મનાબંધન જીવનથી,જે પરમાત્માથીપરખાય
                              ……..જન્મના બંધન જીવને.
અવની પર આવી જતાં,માનવે માનવતા દેખાય
મળીજાય માબાપનોપ્રેમ,ત્યાં જીવન ઉજ્વળ થાય
ભક્તિનો દોર  છે એવો,નાજુક તાંતણા સમ દેખાય
વિઘ્નેશ્વરની  અસીમ કૃપાએ,જન્મ સફળ થઇ જાય
                              ………જન્મના બંધન જીવને.
માનવ મનને સમજ મળતાં,પરમાત્માને  સહેવાય
પુંજન અર્ચન મનથી કરતાં,પાવન પ્રેમ મળી જાય
નામાયા નામોહ વળગે,જે જીવનેરાખે શાંન્તિથી દુર
કૃપા વિઘ્નેશ્વરની મળતાં,જીવ રહે ભક્તિમાં ચકચુર
                                ………જન્મના બંધન જીવને.
મંગળવાર એ મંગળદીન,જે જન્મને ઉજ્વળ બનાવે
કરુણાસાગર છે દયાળુ,માનવ જીવનમાં મહેંક લાવે
સાચીભક્તિ સ્નેહથી કરતાં,જીવનમાં પવિત્રતાઆવે
પાવનકેડી જીવનમાંમળતાં,જીવેમોહમાયા નારહેતા
                                ……… જન્મના બંધન જીવને.

================================