January 14th 2010

ક્ષમાયાચના

                         ક્ષમાયાચના

તાઃ૧૪/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગતી મતીની જગમાં લેવા,માનવ દેહ જગમાં મળે
પાવન જન્મ કરવા કાજે,ક્ષમા યાચનાએ કૃપા મળે
                      ………ગતી મતીની જગમાં લેવા.
નિર્મળપ્રેમથી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ સદા મળે
જીવન ઉજ્વળ  મળી જતાં,આજન્મ સાર્થક બની રહે
મળશેમાયા મોહજગતમાં,ના તેનાબંધન છુટે કોઇથી
દેહના સંબંધ કર્મનામળે,જે ક્ષમા યાચનાએ દુર રહે
                      ……..ગતી મતીની જગમાં લેવા.
ભુલોનો ભંડાર ભરેલો જગમાં,દેહને જ્યાં ત્યાં એમળે
માનવ જન્મને  ઉજ્વળ કરવા,ભક્તિનો સંબંધ મળે
કૃપાની પ્રેમથી માગણી કરતાં,ક્ષમા સ્વરુપે એ દીસે
મહેંક માનવજીવનનેમળે,ના બીજી યાચના હવે રહે
                     ……… ગતી મતીની જગમાં લેવા.

===============================

January 14th 2010

જ્યોત

                           જ્યોત

તાઃ૧૩/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની મળતાં જીવને,જીવન મહેંકી જાય
પતિતપાવન નિર્મળ હૈયે,દેહનેશાંન્તિ મળી જાય
                           ……….જ્યોત પ્રેમની મળતાં.
આધાર છે નિરાધારનો,એ છે જગતના સર્જનહાર
પામર જીવને પ્રેમમળતાં,ટાઢકજીવને મળી જાય
જીવનેમળતાં અણસાર પ્રભુનો,મળીજાય સથવાર
પળપળ દેહની પાવનથાય,ને પરમાત્મા હરખાય
                             ………જ્યોત પ્રેમની મળતાં.
અવનીપરના આગમને જીવને,કર્મ બંધન છે અનેક
સફળ માનવીનુજીવન,જ્યાં ભક્તિએ મનનેરહે હેત
કરુણાસાગરની કરુણાનીલહેર,ઉજ્વળ જીવનનીદેન
જલાસાંઇની ભક્તિએ,મળે જીવનેજ્યોત પ્રેમેનીએક
                           ………..જ્યોત પ્રેમની મળતાં.

——————————————————

January 14th 2010

કુદરતનો ક્રમ

                      કુદરતનો ક્રમ

તાઃ૧૩/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગે સુરજ ઉગે ને આથમે,એ છે કુદરતનો ક્રમ
કર્મથીજ જીવને જન્મ મળે,ના એમાં  કોઇ ભ્રમ
                     ………જગે સુરજ ઉગે ને આથમે.
પંખીનો કલરવ મળે,એ પ્રભાતનો છે અણસાર
સુર્ય કિરણના આગમનથી,ઉજાસ પથરાઇ જાય
જગત જીવને કર્મના બંધન,પ્રભાતથી સમજાય
મળી જાય એ જીવને,જે જગતમાં દેહથી દેખાય
                    ……….જગે સુરજ ઉગે ને આથમે.
માનવજન્મ મળતા જીવને,ઉજ્વળતાની તક મળે
બાળપણે માબાપનોપ્રેમ,જુવાનીમાં મહેનત થાય
જીંદગીની પાવનસફરમાં,પરમાત્માની ભક્તિથાય
ઘડપણના વાદળમાં ચાલતાં,અંતે મૃત્યુ મળી જાય
                     ………જગે સુરજ ઉગે ને આથમે.
પશુ પક્ષી પ્રાણીના દેહમાં,ગમે ત્યાં ભટકી રહેવાય
માગણી અપેક્ષાની દ્રષ્ટિમાં,રખડતા એજ છે દેખાય
નાસંબંધ નાસરળતા માગે,છતાં ના જગે મેળવાય
અંત દેહનો નાજાણે જીવ,એજ પરમાત્માનો છે ક્રમ
                     ………જગે સુરજ ઉગે ને આથમે.

================================