January 14th 2010

કુદરતનો ક્રમ

                      કુદરતનો ક્રમ

તાઃ૧૩/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગે સુરજ ઉગે ને આથમે,એ છે કુદરતનો ક્રમ
કર્મથીજ જીવને જન્મ મળે,ના એમાં  કોઇ ભ્રમ
                     ………જગે સુરજ ઉગે ને આથમે.
પંખીનો કલરવ મળે,એ પ્રભાતનો છે અણસાર
સુર્ય કિરણના આગમનથી,ઉજાસ પથરાઇ જાય
જગત જીવને કર્મના બંધન,પ્રભાતથી સમજાય
મળી જાય એ જીવને,જે જગતમાં દેહથી દેખાય
                    ……….જગે સુરજ ઉગે ને આથમે.
માનવજન્મ મળતા જીવને,ઉજ્વળતાની તક મળે
બાળપણે માબાપનોપ્રેમ,જુવાનીમાં મહેનત થાય
જીંદગીની પાવનસફરમાં,પરમાત્માની ભક્તિથાય
ઘડપણના વાદળમાં ચાલતાં,અંતે મૃત્યુ મળી જાય
                     ………જગે સુરજ ઉગે ને આથમે.
પશુ પક્ષી પ્રાણીના દેહમાં,ગમે ત્યાં ભટકી રહેવાય
માગણી અપેક્ષાની દ્રષ્ટિમાં,રખડતા એજ છે દેખાય
નાસંબંધ નાસરળતા માગે,છતાં ના જગે મેળવાય
અંત દેહનો નાજાણે જીવ,એજ પરમાત્માનો છે ક્રમ
                     ………જગે સુરજ ઉગે ને આથમે.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment