January 18th 2010

સલામ

                            સલામ

તાઃ૧૭/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં ઉમંગ થાય અનેરો,ને જીવનમાં સાચીરાહ મળે
સલામ એ જીવને થાય,જેની કૃપાએ જન્મના ફેરા ટળે
                              ………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ પરમાત્માને થાય,જેની કૃપાએ જીવને દેહ મળે
મુક્તિ પામવા જન્મ મરણથી,માનવ જન્મ સાર્થક રહે
ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,પાવક જીવન માર્ગ મળે
પળપળનોસહવાસ ભક્તિથી,જીવનેજન્મથી મુક્તિ મળે
                               ………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ માબાપને થાય અંતરથી,જેનાથકી આદેહ મળે
જીવને મુક્તિનો માર્ગ લેવા,માન જન્મથી શુધ્ધિ મળે
ઉપકારઅતિ માબાપનો જીવપર,જેનાથકી આતકમળે
સાર્થક જીવનો જન્મ કરતાં જ,કાયમ પ્રભુનુ શરણું મળે
                              ……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ દેહના શિક્ષકને કરીએ,જેમના થકી ભણતર મળે
મહેનત સાચીરાહે કરતાં,મનુષ્યજીવન પાવન બની રહે
ભણતરનાસોપાન પામતા,જીવનમાં માનવતાસંગ મળે
ઉજ્વળ જીવન જીવી જતાં,સાર્થક માનવ જન્મ બની રહે
                               ……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ સાચાસંતને તનમનથી,જેનાથકી પાવનરાહ મળે
ભક્તિનો સંગાથ મળતાં જીવને,જીવની મુક્તિના દ્વાર ખુલે
મહેંકી જાય આમાનવ જીવન,જ્યાં પ્રભુકૃપાની વર્ષાવરસે
આધી વ્યાધી ટળીજતાં,જગતમાં માનવજન્મ સાર્થક બને
                               ………..હૈયામાં ઉમંગ થાય અનેરો.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment