January 16th 2010

આ છે પસંદગી

                  આ છે પસંદગી

તાઃ૧૬/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘર સારું શોધતાં અહીં,હવે વર સારો નામળે
વહુની સાથે ચાલતાં હવે,અહીં જોબ ના મળે
                   ……….ઘર સારું શોધતાં અહીં.
કળીયુગની આ માયાછે,જ્યાં સહવાસ ના મળે
આગમન એકલુ અવનીએ,ત્યાં સંગાથ ના મળે
મારુંમારુંની માયારહેતા જગે,ઘુમાવાય ઘણુબધુ
ના મળે આમ કે દાન ત્યાં,સમઝણ ચાલી જાય
                    ……….ઘર સારું શોધતાં અહીં.
વર કોણ ને વહુ કોણ,એ સમય આવેજ સમજાય
આંગળીપકડી માબાપ ચાલે,ના મળે કોઇ સંગાથ
દીકરો દીકરી સમય આવતાં,જીવ દોરી પકડી લે
વિચારના વમળમાં રહેતાં,કુદરત પણ દગો દઇદે
                     ……….ઘર સારું શોધતાં અહીં.
સગાંસંબંધી ત્યાંસુધીસાથદે,જ્યાં સગપણ દેખાડે
સમયનીકેડી પાછી પડતાં,સગાં પણ દુર ભાગેરે
એકલ હું ને જીવ પણ એકલો,લાગે જગમાં ત્યારે
અવનીપર ના ફરી આવવું,જીવને એ સંકેત રહે
                    ………..ઘર સારું શોધતાં અહીં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment