January 15th 2010

ડગલાંની કિંમત

                    ડગલાંની કિંમત

તાઃ૧૪/૧/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક ડગલું આગળ ચાલો,ના જુઓ ચાલતા કાંઇ
પડો કુવામાં ઉંધા માથેજ,ત્યાં તુટે હાથપગ ભઇ
                          ………એક ડગલુ આગળ ચાલો.
જીવનમાં ઉજાસ મળે,જ્યાં ડગલુ સાચવીને મંડાય
ભણતરના સોપાન સંગે,વિચારીને જ પગલુ ભરાય
સફળતા પાયામાં રહે જ્યાં,જીવનો જન્મસફળ થાય
આધી વ્યાધી ભાગે દુર,ત્યાં ડગલાંની કિંમત દેખાય
                          ……….એક ડગલુ આગળ ચાલો.
મતી મુકીને નેવાપર,જ્યાં સૃષ્ટિમાં ડગલું છે ભરાય
પડી જવાયત્યાં પાતાળમાં,જ્યાં જીવનનર્ક થઇજાય
પગલુ ક્યારે ને ક્યાં માંડ્યુ,એ કુદરતની ભઇ લીલા
સમજ વિચારીને આગળવધો,જ્યાં ડગલું છે દેખાય
                           ……….એક ડગલુ આગળ ચાલો.
માબાપનેપ્રેમ નેભક્તિમાંહેત,ત્યાં જીવન ઉજ્વળ છેક
જીવતરના પાવન પગલાં,ને પ્રેમે પ્રભુ કૃપા લેવાય
નમનકરતાં વડીલોનેતનથી,આશીર્વાદની વર્ષા થાય
જીવનજીવતા માનવીને,ત્યાં ડગલાંની કિંમતસમજાય
                              ………એક ડગલુ આગળ ચાલો.

//////========///////////========/////

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment