January 6th 2010

ભણતરની કિંમત

                      ભણતરની કિંમત

તાઃ૫/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણતરની ના કિંમત,જ્યાં અભિમાન આવી જાય
દમડીને જ્યાં ચોંટીરહેતા,સંસ્કાર પણ ખોવાઇ જાય.
                             ……..ભણતરની ના કિંમત.
માનવતાની મહેંકમાંરહેતા,માણસાઇ પણ આવીજાય
રહેતાંસંગે પ્રેમથીજ્યારે,જીવનમાં સરળતાઆવીજાય
ભણતર દેછે કેડી જીવનની,ના જગમાંજીવનો આધાર
સાચું એ જ ભણતર છે,જ્યાં માબાપનોપ્રેમ મળીજાય
                            ……..ભણતરની ના કિંમત.
ના જગમાં સહકાર મળે,કે ના મળે કોઇનો સાચો પ્રેમ
અભિમાનના વાદળઘેરાતાં,જીવને અંધારુ જગમાંમળે
કરવા પ્રેમથી કામ જગમાં,ત્યાં સર્વસ્વ સ્નેહેમળીજાય
નામદામ એ સંસ્કારસંગે,ત્યાં નમ્રતા જીવે આવી જાય
                             ……..ભણતરની ના કિંમત.
ભણતર છે ચણતરજીવનનું,ને સંસ્કાર જીવનનો પાયો
લાયકાત કેળવી જીવનજીવતાં,મળશે ત્યાં દેહનેસહારો
જીવન ઉજ્વળ દીસે ત્યારે,જ્યાં પ્રેમે પ્રભુની કૃપા મળે
આશીર્વાદની વર્ષા મધ્યે,જીવને પણમળશે મુક્તિઅંતે
                               ……..ભણતરની ના કિંમત.

 ++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment