September 14th 2007

સ્નેહબંધન.

                               સ્નેહબંધન
તાઃ૯/૬/૧૯૭૭                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
(જન્મ દીધો આધરતીપર,ઉપકાર કર્યો મુજ પામરપર;
 સદા નિરંતર દુઃખ હતુ ત્યાં, પ્રેમ નહીં અપરાધ હતા.)

પ્રેમથી પ્રેમ થશે વશ જ્યાં,છે સદા સ્નેહની ગાંઠ
પ્રેમ પ્રેમ અને પ્રેમ દીસે છે, સદા સ્નેહની આડ
સમય નથી એ રોકી શકતો જન્મ મરણની ચાલ
યાદ રહે એ..(૨) જેના પર સૌથી સાચો  પ્રેમ….પ્રેમથી
 
વખત વખતનું કામ, જગતમાં જો અન્યાય કરે
ન્યાય મળે એને ત્યાં , જ્યાં કર્મનો છે  હિસાબ
કળીયુગની આ રામકહાણી,બની રહેશે બલિદાન
સ્નેહબંધન ક્યાં અજાણ્યુ, જે મનનો કરે મેળાપ….પ્રેમથી

જન્મમરણ ની આ ફેરીમાં કોનો કેટલો સાથ છે
કેમ કરી એ જાણી લેશો, મૃત્યું છેલ્લે  કેમ  છે
જીવતર જીવ્યું જેટલું જેવું,તેનો ત્યાં છે હિસાબ
ભૂલ કરો તો.(૨)જાણી લેજો ફેરો તારો નેક છે….પ્રેમથી

          ~~~~~~~~~~~~~~~~~~~

September 12th 2007

યાદ.

                                યાદ
તાઃ૧૬/૯/૧૯૭૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
            
વિસરી ગયા હશો તમે મને;
             પણ હું કેમ તમને ભુલુ,
યાદ તમારી આવશે ત્યારે;
                       જ્યારે આ દીન આવશે ફરી…વિસરી..

સત્ય ને અસત્ય ઘરના માનતા હશો
            પણ પ્રેમને તમે ક્યાં જાણતા નથી
દરિયો ડહોળાઇને જ્યારે વિષ મળે
                     કેવી સ્થિતિ હશે ત્યારે જ મારી……વિસરી.

આજ છુપાવો કાલ છુપાવશો
             ક્યાં લગી આમ તરસાવશો.
જીંદગીની આખરી ઘડી સુધી
                    મને વિશ્વાસ છે આપનો……….વિસરી.

માન્યા તમને જીવનસંગીની
            ખબરનતી કે આમ વિસરાઇ જશો
પણ વિશ્વાસ વસ્યો હ્રદયે મને
                     કે કાલ મને તમે મળશો નક્કી…..વિસરી.

હેત તમનેછે છતાંકેમ બોલતાનથી
            પ્રેમ મુજનેકરવાછતાંચહીશકતાનથી
તોડી દો આ જગતના બંધન તમે

            ‘પરદીપ’કાજે જગતને ત્યજવા આજે..વિસરી.

        ———————

September 12th 2007

સાચું સગપણ.

                        સાચું સગપણ
તાઃ૨૧/૨/૧૯૭૬.                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભજીલે ભજીલે મનડાં, રામનું નામ  ભજીલે
ત્યજીલે ત્યજીલે તનડાં,કાયાના માન ત્યજીલે…ભજીલે.

જગમાં મળેલું જીવન,મોંઘું અમુલુ છે..(૨)
મનથી કરેલું કરમ, સૌથી અનેરુ છે…(૨)
તનના ને મનના મુકી..(૨)
માન અપમાન  ભુલી..(૨)
કાયાથી (તું) કામ કરીલે ….રે મનડાં…….ભજીલે.

મારું ને તારું અલ્યા,ક્યાં લગી જાણું..(૨)
પળઅનેબેપળ પછી,વિસરી જવાનું સારું..(૨)
વસમી વેળાઓ તારી..(૨)
પહેલેથી  જાણી લેજે…(૨)
મનથી (તું) રામ સ્મરીલે ….રે મનડાં…….ભજીલે.

કર્મનેમર્મ તો છે,જગમાં જ ઝાઝાતારા..(૨)
બાકીનથી અહીંતારું,સાથે નથી કોઇ વ્હાલું..(૨)
ભેદને જાણ મનડાં ..(૨)
ત્યજીલે માન મનના..(૨)
છેલ્લી સફર (તું) ભરીલે …..રે મનડાં…….ભજીલે.

    *************************

September 12th 2007

મનોકામના.

                          મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.

છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
                      મેં જીવન જીવવા કાજે..તરસ્યો.

આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
           પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો

 ————————————

September 11th 2007

વર્ષાગમન.

                           વર્ષાગમન.
તાઃ૧૦/૯/૧૯૭૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ધરતીની ફોરમ ન્યારી છે;
                          એને જીવન સાથે યારી છે,
અથડાતા વાદળ ચારે કોર;
                         વિખરાતા માનવ દોડે ઓર.
                                              …ધરતીની ફોરમ

નીત કિર્તનગુંજે મનસૌના જીતે,
                         એકે વાર નહી ચૈનમળે
જ્યાં આવ્યો મેઘલો,જાગ્યા ખેતરો,
                        માનવ મહેરામણ છાયો રે.
                                              …ધરતીની ફોરમ

શીત જીવનકાજે,જો આનંદભાસે,
                          મિથ્યા જીવન લાગે ઓર
જ્યાં છાયા વાદળો,લાવ્યો વાયરો,
                            આવ્યો કેમનો દોડી રે.
                                            …ધરતીની ફોરમ

જીત માનવની,નહીં કાયરની,
                           આ વેશ દોહ્યલો છાયો રે.
દીપ પ્રકટે નહીં,પરદીપે જગે
                           એતો જીવનનો લઈ લ્હાવો રે.
                                                  …ધરતીની ફોરમ

           ———————

September 10th 2007

ભાવથી જમાડું.

                        brahmaji.jpg 

                             ભાવથી જમાડું

તાઃ૧૬/૮/૧૯૭૬.                           પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભાવથી જમાડું ભોજન,ઓ ગિરધારી ..(૨)
પુરી અને શાક થોડું,શીરામાં ઘી છે ઝાઝું.
                                                     … ભાવથી જમાડું.

ભક્તિ ને ભાવ મારો,સૌથી અનેરો સારો.(૨)
મેવા મિઠાઇ નથી,જે છે દીધુ છે અહીંથી.(૨)
તરસી રહ્યો હું મુક્તિ જગજીવન જગથી.
                                                       …ભાવથી જમાડું.

દાળઅનેભાતમીઠા,મનથીકચોરી છેકીધી.(૨)
ઝાલીલો હાથ મારો,જન્મોજનમથી તરસે.(૨)
સ્નેહ અને ભાવેવંદુ,જગના પાલનહારને.
                                                        …ભાવથી જમાડું.

અંતરના અજવાળે ને પ્રેમના પુરકપ્યાલે.(૨)
ભાવથીપીરસું તમને,મુક્તિમળવાનીઆશે.(૨)
સંતોના ગુણલાં ગાતાં,મનમાં ઉમંગો થાતાં.
                                                       …ભાવથી જમાડું.

પ્રેમે બીરાજજો હૈયે અમારે,શ્યામસુંદર બલિહારી(2)
ગિરધારી છો,વનમાળી છો,છો ચિતડાના ચોર,
હૈયે રાખી હેત અમોને,દેજો મુક્તિ જનમથી.
                                         ……માગું એટલું મનથી.
                         **************
                        

September 10th 2007

કિસ્મત.

                                    કિસ્મત
તાઃ૧૨/૧૧/૧૯૭૫                             પ્રદીપ બહ્મભટ્ટ

મારું કિસ્મત  કેવું છે,જેણે લખ્યું હોય તે જાણે,
પણ આજ મઝા માણીલે,કાલ કેવી કોણ જાણે
                                                              …મારું કિસ્મત.

એકડોનેબગડો,તગડોનેચોકડો,એમવીતીગયારેવર્ષો
આજ ફરી નહીં આવે કાલ,વરસોનોભઇ સો ભરોસો
સુરજ  ઉત્તરમાં નહીં ઉગે, પુરવ ને  મુકીને
નાહકની ચિંતા શું કરે, જાણી લે તું થોડી બાકી.
                                                              …મારુંકિસ્મત.

જંતર મંતર  છુછલંદર, દુનીયાના એ ખેલો
અરેજ્યાંજુવોત્યાં એતો હોયે,જ્યાં છે ભાઇ મેળો
દોડી એતો જાગી જાણે,આવે જ્યારે નીચે રેલો
કરોનહીવૃથા આજીવન,મનેમળો જાણીલો કાલતમારી.
                                                              …મારું કિસ્મત.

         ++++++++++++++++++++

September 10th 2007

માયા બદલે કાયા

                          માયા બદલે કાયા
                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જન્મ ધર્યો આઅવનીપર,નાકપડાં નાલફરાનું કોઇભાન
સકળ જગતની માયા એવી, ના લખી ના લખાય.
                                            …….એવી કુદરત છે કહેવાય.

નાની કાયા,નાનું મન, નાના પગને  નાના હાથ
બુધ્ધિ  પરમાત્માએ  દીધી, નાના આવે  વિચાર
ના સૃષ્ટિ કુદરતની સમજાય, કેવીઅકળ લીલા છે કહેવાય.
                                               ……એવી કુદરત છે કહેવાય.
સકળ જગતનો ભાર લીધો ને, દીધો માયાનો ભંડાર
જન્મ્યો જ્યારે ત્યારથી માયા ના ઓળખી ના ઓળખાય
મનમાં કાયમ ગડભાંજ પરમાત્માના સ્વરુપની થતી જાય.
                                                ……એવી કુદરત છે કહેવાય.
કથા કુદરતની ના કહેવાય,અવનીના જીવોને નાસમજાય
લગીર માયા વળગી ગઇ તો, જન્મ જન્મ મળતો જાય
સગપણ  સંસારીને મળતું, કાયા મળતી  મોહમાયાથી.
                                               ……એવી કુદરત છે કહેવાય.
મળેલ માનવ જન્મ તમારો, ના અળગો રહી શકવાનો
કર્મતણા બંધનથી છુટવા,સાચાસંતની સેવાકરી લેવાની
મુક્તિ તણા દ્વાર ખોલીને,પરમાત્માથી જીવને જોડી લેવાનો.
                                                 ……એવી કુદરત છે કહેવાય.

#######################################

September 6th 2007

હું અને તુ

…………………હું અને તુ………………….
પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોળ વરસની સુંદરી તુને,વીસ વરસનો હું;
કેવી જોડી જામી જાયે, તુ અને સાથે હું………સોળ વરસની

તારી નીંદરડી મેં ખેચી, મારું દીલડું ય દાઝ્યું
તને નિરખી નજરથી, મારું મનડુંય માન્યું
તું જો સાથ મને આપે તો,મારું જીવતર જાય જાગી..સોળ

તું જાય ક્યાં છે ભાગી, મેંતો નજર તારી પર નાખી
અરે જાય ક્યાં તું વ્હાલી.મારા હૈયાને તુ છેતરસાવી
નજર મળેલી,કાતીલ બનીએ,જીવન સાથે વસાવી..સોળ.

હું હવે ના, તું રહી ના, મારી બની તું રાણી કહું હું
આજે નહીંતો,હું કાલે રહીશના,પ્યાસ રહેશે અધુરી
જીવન જીવવા તરસી રહ્યો છુ,માની જાને ઓરાણી..સોળ.

*************

September 6th 2007

નદી મા.

~~~~~~~~~~~~~નદી મા~~~~~~~~~~~~~~
૧૬/૧૨/૧૯૭૪………………………………………..પ્રદીપબ્રહ્મભટ્ટ
નીર ખળખળ વહેતા જાય, કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી, વહ્યા કરે નીત શિતલધાર.
…………………………..નીર ખળખળ
કિલ્લોલ કરે જગજન જેનાથી,સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે જે નિત્યે વહ્યા કરે નીત શીતલધાર
…………………………..નીર ખળખળ
નદીકેરી પવિત્રતા નીરસમી શાંત,માતાની આમાત્રુતા કૃપાકેરી આઆંખ
વંદન હો મા તુજને જેણે સફળ કર્યો અવની અવતાર
……………………………નીર ખળખળ
—————

« Previous PageNext Page »