August 22nd 2008

બારાખડી કે એબીસીડી

                  બારાખડી કે એબીસીડી
તાઃ૨૨/૮/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારાખડીનો કક્કો ને ભજનની એબીસીડી
             ક્યાંથી મેળ પડે જ્યાં પડી ગઇ ભઇસીડી

જીવનના પહેલા સોપાને સમઝણ પડીગઇ
           ગુજરાતનો હુ ગુજ્જુ ને ગુજરાતી માતૃભાષા
કખગઘ મળ્યુ ગળથુથીમાં નામારુ ભઇફાંફા
            પફબભમાં ખચકાતો ત્યાં પપ્પા તેડી લેતા
સશષહઃ પહોચી ગયો પછી સ્કુલ છુટી ગઇ

બીજા સોપાને ચઢી હાઇસ્કુલમા ચાલ્યો ભઇ
          મહેનત મનથી કરીલેતાં બીક પણજતી રહી
ભુતકાળમાં નાભરમાતો આગળ હંમેશા જોતો
          કૉલેજ કૉલેજ બોલતો ત્યાંતો કૉલેજપતીગઇ
મળ્યુ ભણતર જીવનમાં ત્યાં સાચી મતી થઇ

લાગી માયા સંસારની ત્યાં મહેનત કરુ ભઇ
         જીદગીના સોપાનો ચઢતા ભક્તિ ભુલાઇ ગઇ
સંસારનો સહવાસ થતાં કામની ઝંઝટ શરુથઇ
         સવારસાંજની ખબરપડે ના એવી જીદગીઅહીં
એબીસીડી અહી મળતા ભજનની ભુલાઇ ગઇ

——$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$——-

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment