August 22nd 2008

સોનેરી કીરણ

                         સોનેરી કીરણ

તાઃ૨૨/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુરજના સોનેરી  કીરણ,પ્રભાતને સોહાવે
     કલરવ કરતાં પંખીઓ પણ મધુર સ્વર રેલાવે
                                    ….સુરજના સોનેરી કીરણ

વાદળ કાળા વિદાય લેતા, જ્યાં પ્રભાતનો પોકાર થતો
નિર્મળ જગતના આસાગરમાં,માનવ મસ્તબનીને ન્હાતો
                                    …..સુરજના સોનેરી કીરણ

કોયલની કુઉ કુઉ સંભળાતી ને ચકલી ચીં ચીં કરતી
દાણો એક અનાજનો મળે ત્યાં જીવનનો લ્હાવો લેતી
                                     …..સુરજના સોનેરી કીરણ

સંતાન જગતના જાગી કુદરતની અજબકૃપાને જોતા
પ્રભાતનો જ્યાંસહવાસ મળે ત્યાં નિંદરને ત્યજી દેતાં
                                    …..સુરજના સોનેરી કીરણ

ખળખળ વહેતા પાણી નદીના. મધુર મિલનમા રહેતા
પનીહારીના બેડલામાં સમાઇ, જગતને તૃપ્ત કરતા
                                    …..સુરજના સોનેરી કીરણ

_________________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment