October 19th 2008

સમયે પધારજો

Gujarati Sahitya Sarita 

.

.                           સમયે પધારજો                   

તાઃ૧૯/૧૦/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

વહેલા વહેલા આવજો સહુ, વાટ જોવુ છુ એટલે કહું
           પ્રેમ ખોબે ભરીને લેજો અહીં, ના રાખજો ચિંતા કંઇ
આંગણે આવી ઉભો ક્યારનો, રાહ જોવુ હું સવારનો
          વ્હાલામારા લેખકમિત્રોને બહેનો,નાવધારેકંઇ હું કહેતો
કંકુ ચોખા હાથમાં છે રમાને,ને આવકારે પ્રદીપ પ્રેમે
          દીકરી દીપલ કહે પધારો,ને રવિ પ્રેમે પાણી પાશે    
ભાગ્ય અમારા ઉજળા આજે, લેખક સૌ પધારે સાથે
          મા સરસ્વતીનાપ્રેમને,સાથ તમારાથી જ વહેંચાય છે
મળતા સાથ તમારો મને હૈયે અંતિ આનંદ થાય છે
            નુતન વર્ષના દિવસોમાં પાવન  ઘર અહીં થાય છે
પ્રેમની વર્ષા વરસાવજો ને હૈયા પણ સૌ ઉભરાવજો
            મને  મળેલી અમુલ્ય તકમાં આપ સૌ  હરખ રાખજો
સમયે આવજો પ્રેમ લાવજો સ્નેહ ભરીને લઇ જાજો
          પ્રથમ વખત પધાર્યા છો તમો ફરી મને તક આપજો
————————————————————————————
         હ્યુસ્ટનના લેખક મિત્રો તથા બહેનોને નવા વર્ષ ૨૦૬૫માં અમારે ત્યાં તાઃ ૯/૧૧/૨૦૦૮ ને રવિવારના રોજ બપોરે ૨-૦૦ થી ૫-૦૦ આવી અને નવા વર્ષનો પ્રેમ વહેંચવાની તક આપે તે ભાવનાથી આ કાવ્ય દ્વારા આમંત્રણ છે.
પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment