June 16th 2009

શીતળ સ્નેહ

                        શીતળ સ્નેહ

તાઃ૯/૬/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ મંદ લહેરાતા પવનની, હુંફ મને મળી જાય
ના શબ્દો મળે કે ના વાચા,  જે હૈયે આવી જાય
કરુણા સાગર પરમ કૃપાળુ, છે અવનીના આધાર
મહેંકાવે જીવનને જ્યાં શીતળ સ્નેહ સદા મળી જાય.
                           ……..મંદમંદ લહેરાતા પવનની.
પંખીનો પોકાર સાંભળી.માનવી મનડાથી મલકાય
કુદરત તણી અજબ લીલામાં,આનંદ હૈયે પણથાય
વાદળની છાયાને વીંધી,કિરણની કોમળતા વેરાય
ના માનવી કળી શકે જે અવનીએ પરમાત્મા દઇજાય
                            ……..મંદમંદ લહેરાતા પવનની.
પ્રભાતની પહેલી કિરણ,શીતળતાના સહવાસે દેખાય
ઉજ્વળતાના સોપાન સાથે,માનવી છે જગે મલકાય
સ્નેહ પ્રેમને ખંતનીસંગે,જન્મે જીવ આનંદ માણીજાય
એક મેકની હુફ મેળવી જગતમાં સાર્થક જન્મ થઇ જાય
                            ……..મંદમંદ લહેરાતા પવનની.

———————————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment