February 25th 2012

સન્માનના વાદળ

 

 

 

 

 

 

 

 

.

.

     શ્રી વિશાલભાઇ મોનપુરા,હ્યુસ્ટન

                     સન્માનના વાદળ

તાઃ૨૫/૨/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માન મુકીને માળીએ જીવનમાં,વિશ્વાસની પકડી છે કેડ
મળી ગઈ કી બોર્ડમાં ભાષા,લઈ આવ્યા ગુજરાતી છેક
.                           ………….એ છે વિશાલભાઈનો ગુજરાતી પ્રેમ.
આંગળી પકડી ગુજરાતીની,ભાષાને હ્યુસ્ટન લાવ્યા સાથ
સિધ્ધીના સોપાન મેળવતાં,કૃપા શ્રી પ્રમુખ સ્વામીની થાય
મનથી મેળવેલી માનવતા,જે પિતા બચુભાઇથી મેળવાય
અભિમાનની કેડીને મુકતાં જ,સન્માનના વાદળ વર્ષી જાય
.                            ………….એ છે વિશાલભાઈનો ગુજરાતી પ્રેમ.
સરસ્વતી સંતાન બન્યા જ્યાં,ત્યાં મનમાં જ પ્રેરણા થાય
નિખાલસ પ્રેમ લેતાં પ્રમુખ સ્વામીનો,સિધ્ધીએ દીધો છે સાથ
ગઝલનો શોખ ને ટ્રેકનોકેડ,એ જ સાચી બુધ્ધિથી પરખાય
મળે માન સન્માનની કેડી,જે વાંચી જગે વડીલોય હરખાય
.                            …………..એ છે વિશાલભાઈનો ગુજરાતી પ્રેમ.

*********++++++++++**********++++++++++*********++++++++++***********

વિશ્વમાં ગુજરાતી ભાષાને લોકપ્રીય બનાવવા માટે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય
સરીતાને ભાષાના છાપરે મુકનાર દામનગરમાં જન્મેલા અને કૉમ્યુટર પર ગુજરાતી તથા
બીજી ભારતીય ભાષાને લખવાની તક આપનાર શ્રી વિશાલભાઈ મોનપુરાને જગતના
ગુજરાતીઓને સન્માન અપાવવા માટે પ્રમુખ ટાઇપ પૅડ એ  તેમની અને હ્યુસ્ટનના
ગુજરાતીઓની સિધ્ધી બનાવી છે તે અમારુ ગૌરવ છે.તેની યાદગીરી  અને સન્માન રૂપે
આ નાની ભેંટ ગુજરાતી સાહિત્ય સરીતાના સભ્યો    તરફથી આજે અર્પણ કરીએ છીએ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (ગુ.સા.સ.હ્યુસ્ટન સહ સંચાલક)    તાઃ૨૫/૨/૨૦૧૨

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment