February 4th 2012

સમજણ કેટલી

…………………… સમજણ કેટલી

તાઃ૪/૨/૨૦૧૨ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ચાલતી કેડીએ,સાથ સુખદુઃખનો મેળવાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં ડગલુ સમજીને ભરાય
. ……………………………………….જીવનની ચાલતી કેડીએ.
કર્મબંધન તો જીવને સ્પર્શે,ના જગે કોઇથીય છટકાય
વાણીવર્તન છે સમજણનીસીડી,જેદેહ સંગે ચાલીજાય
મળી જાય માબાપનો પ્રેમ,જે પ્રભુ કૃપાએ મળી જાય
સમજણસાચી મનનેમળતાં,જીવના બંધન છુટતાજાય
. ………………………………………..જીવનની ચાલતી કેડીએ.
દેખાવની આદુનીયા છુટે,ને પ્રેમ જગતમાં મળી જાય
સાથઅને સંગાથમળતાં,જીવનમાંકામ સરળપણ થાય
પ્રેમનીવર્ષા સદા વરસે,જ્યાં માન સન્માનને સમજાય
શાન્તિનોસહવાસ મળેજીવનમાં,ને સુખસાગર ઉભરાય
. ………………………………………..જીવનની ચાલતી કેડીએ.

==============================

February 4th 2012

પ્રેમથી પ્રીત

…………………..પ્રેમથી પ્રીત

તાઃ૪/૨/૨૦૧૨ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ માબાપનો અંતરથી,જીવન ઉજ્વળ થાય
દેખાવની દુનીયા દુર ભાગતાં,જીવને આનંદ થાય
……………………………………મળે પ્રેમ માબાપનો અંતરથી.
મળે પ્રેમ જગતમાં દેહને,જ્યાં વર્તન નિર્મળ થાય
પામર પ્રેમને દુર કરતાં,સ્નેહની સાંકળ મળી જાય
લાગણી મોહને તરછોડતાં,પ્રીત પણ પાવન થાય
આંગણુ ખોલતાં જીવનનું,સફળ જીંદગી થઈ જાય
……………………………………મળે પ્રેમ માબાપનો અંતરથી.
લાગણી એ માનવતા છે,જે થોડી પળ આપી જાય
જીંદગીની કેડીછે લાંબી,સાચી ભક્તિએજ સમજાય
મળીજાય કૃપા જલાસાંઇની,જીવને રાહ મળી જાય
અંત દેહનો ઉજ્વળ બનતાં,એ યાદગાર મુકી જાય
……………………………………મળે પ્રેમ માબાપનો અંતરથી.

++++++++++++++++++++++++++++++++++++

February 3rd 2012

પ્રેમની શીતળતા

………………….પ્રેમની શીતળતા

તાઃ૩/૨/૨૦૧૨…………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સહવાસ મળે,ને મનની મુંઝવણ જાય
શીતળપ્રેમનો સંગ મળે,જ્યાં કુદરતનીકૃપા થાય
. ……………………………………..શાંન્તિનો સહવાસ મળે.
અદભુત કર્મની કેડી મળે,ને વાણીવર્તન સચવાય
પળેપળને પારખીલેતાં,ના મુંઝવણ કોઇ અથડાય
વર્ષા પ્રેમની પડતાં દેહે,આ જન્મસફળ પણ થાય
કુદરતની આપ્રીત અણમોલ,મુક્તિમાર્ગે દોરીજાય
. ……………………………………શાંન્તિનો સહવાસ મળે.
માનવજન્મ મળે કૃપાએ,જે જન્મ સફળ કરી જાય
સાચી રાહ મળતાં જીવનમાં,નાકુકર્મ કોઇભટકાય
શીતળ પ્રેમની કેડી પાવન,કૃપાજલાસાંઇની થાય
મોહમાયાની પ્રીત છુટતાં,આજીવન ઉજ્વળ થાય
. …………………………………..શાંન્તિનો સહવાસ મળે.

=======================================

February 1st 2012

લઈ લીધી

…………………લઇ લીધી

તાઃ૧/૨/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

લઈ લીધી જ્યાં પ્રેમની કેડી,મળી ગયો સૌનો સંગાથ
ઉજ્વળજીવન માણીલેતાં,મને મળીગઈ કરુણા અપાર
. …………………………………લઈ લીધી જ્યાં પ્રેમની કેડી.
જીવનનીઝંઝટ ભાગેદુર,નિખાલસ સ્નેહ જ્યાં મેળવાય
શીતળતાની સાંકળ મળતાં,પાવન જીવન થતુ દેખાય
ના મોહની કોઇ ઇચ્છા રહેતી,કે ના માયા વળગી જાય
પામર દેહને મળે પ્રેમ પ્રભુનો,જે જન્મ સફળ કરીજાય
. ………………………………….લઈ લીધી જ્યાં પ્રેમની કેડી.
કદમ કદમની નાની કેડી,જીવનને એતો સાચવી જાય
એકટકોર મેળવતા દેહને,સારા જીવનને એ વેડફીજાય
સમજણની એક નાની સમજ,કર્મ પાવન થતાં દેખાય
મળે શાંન્તિ દેહને સાચી,ત્યાં જલાસાંઇનુ સ્મરણ થાય
. ………………………………….લઈ લીધી જ્યાં પ્રેમની કેડી.

===============================

« Previous Page