November 10th 2012

માનવીની તરસ

.                    માનવીની તરસ

તાઃ૧૦/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

તરસ લાગે જ્યારે માનવીને,ત્યારે એ પાણી પીવા જાય
માયા લાગે જ્યારે કળીયુગની,ત્યારે બુધ્ધી બગડી જાય
.                      ………………….તરસ લાગે જ્યારે માનવીને.
કુદરતની આજ ન્યારી કેડી,સમયથી  એ સમજાઇ જાય
અપેક્ષાની ના સીમા જીવનમાં,ના માનવી એ તરી જાય
પળે પળે તરસ લાગે માનવીને,કઈ છે એ ના ઓળખાય
સમજી વિચારી પારખી લેતા,એ સમજદારને જ સમજાય
.                     ……………………તરસ લાગે જ્યારે માનવીને.
બાળપણમાં તરસ પ્રેમની,જે બાળકના વર્તનથી દેખાય
માતાની ગોદમાં પડખુ ફેરવતા,નિર્મળ પ્રેમ મળી જાય
કલમપકડતાં હાથમાં માનવીને,ભણતરનીતરસ દેખાય
શ્રધ્ધા રાખીને એ ચલાવતા,સિધ્ધીના સોપાન મળીજાય
.                     ……………………તરસ લાગે જ્યારે માનવીને.

……………………………………………………………………………….

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment