November 27th 2013

પુષ્પ ગુચ્છ

.                    પુષ્પ ગુચ્છ                

તાઃ૨૭/૧૧/૨૦૧૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની શીતળ કેડી મળતાં,અંતરમાં આનંદ ઉભરાય
સરળતાની નિર્મળ રાહે,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
.               ………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
અનંત આનંદ હૈયામાં થાય,ને માનવતા મહેંકી જાય
વણ કલ્પેલી મિત્રતા મેળવતા,આંખો પણ ભીની થાય
ઉજ્વળતાની કેડીને લઇને,આંગણુય પવિત્ર કરી જાય
પુષ્પ તો છે પ્રેમનો સંકેત,જે ગુચ્છ રૂપે હાથમાં દેવાય
.            ……………………પ્રેમની શીતળ કેડી મળતાં.
મળેલ પ્રેમ નિખાલસ જીવને,નિર્મળ રાહે જ દોરીજાય
અંતરપર જ્યાં ઉર્મી વર્ષે,સરળ રાહ જીવને મળી જાય
જ્યોતપ્રેમની સંગેરહેતા,માતાનીઅજબકૃપા થઈજાય
અતુટ બંધન સંગે રહેતા,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
.            …………………….પ્રેમની શીતળ કેડી મળતાં.

=================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment