December 1st 2013

નિર્મળ જીવન

.              નિર્મળ જીવન   

તાઃ૧/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મની શીતળ કેડીએ,માનવતા મહેંકી જાય
પાવનરાહ જીવને મળતા,નિર્મળ જીવન થાય
.                ………………..સત્કર્મની શીતળ કેડીએ.
અવનીપરનુ આગમન જીવનું,એ કર્મથી બંધાય
મોહમાયા એ બંધન યુગના,ના કોઇથીય છટકાય
મળેલ જીવન સાર્થક કરવા,પાવન રાહ મેળવાય
અસીમકૃપા પરમાત્માની,જે ભક્તિથી મળી જાય
.              …………………. સત્કર્મની શીતળ કેડીએ.
મારૂતારૂની માયાને મુકતા,આજીવન પવિત્ર થાય
નિર્મળ જીવન જીવને મળતા,સુખશાંન્તિ છલકાય
ભુતકાળને ભુલી જતા,આવતીકાલ સચવાઇ જાય
મળેલ શાંન્તિ જીવને, દેહને મુક્તિ માર્ગે લઈ જાય
.             …………………… સત્કર્મની શીતળ કેડીએ.

=================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment