February 8th 2016

સોમવતી અમાસ

bholenath

.                 .સોમવતી અમાસ

તાઃ૮/૨/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને સમજી પકડી ચાલતા,નિર્મળ જીવન મળતુ જાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા,જીવપર ભોલેનાથની કૃપાથાય.
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દુધઅર્ચના શિવલીંગે કરતા,સંગે ૐ નમઃ શિવાય સ્મરાય
અજબ શક્તિ શાળી એ દેવ,અવનીએ સ્મરણથી સમજાય
ગજાનંદ ગણપતિના પિતા,ને માતા પાર્વતીનાએ ભરથાર
પરમકૃપા મળે ભોલેનાથની,જ્યાં અંતરથીજ સ્મરણ થાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મબંધનની કેડી મળી જાય
પાવનરાહમળે જીવનેજગે,જ્યાં પ્રેરણા ભક્તિથી થઈજાય
અંતરમાં આનંદ મળે,ને જીવનમાં સત્કર્મોના બંધન થાય
પવિત્રદીવસને પારખીજીવતા,કૃપા ભોલેનાથની થઈજાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.

*******************************************

 

February 7th 2016

વિદાયની વેળા

.                  . વિદાયની વેળા

તાઃ૭/૨/૨૦૧૬                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવ અને વિદાય થાવ,જે દેહને બંધનથી જકડી જાય
જન્મમળે જીવને માબાપથી,ને મૃત્યુથી  કોઇથીયના છટકાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
લાગણી મનથી કરેલ જીવનમાં,જીવને સંગાથ આપતી જાય
રામનામનીમાળા જપતા,જીવને પરમાત્માનીકૃપા મળીજાય
માયાના બંધન સ્પર્શે જીવને,જે જગતપર દેહ મળતા દેખાય
અંતરમાંના ઉભરાને છોડતા,અવનીથી  જીવની વિદાય થાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
જીવનીજ્યોત પ્રગટે અવનીએ,જ્યાં દેહથી સત્કર્મ નિર્મળથાય
ના અપેક્ષા કોઇ મનમાં રાખતા,જીવને ઉજ્વળ રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ જગતમાં,જે સાચી રાહ આપી જાય
વિદાયવેળાએ જલાસાંઇ કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.

****************************************************

February 6th 2016

સુર્યચંદ્ર

.                  . સુર્યચંદ્ર

તાઃ૬/૨/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યચંદ્રની અજબ શક્તિ છે,જે જીવને પાવનરાહ આપી જાય
આગમન વિદાય એ જ્યોત દીવસની,જે સવાર સાંજ કહેવાય
…………અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સુર્યદેવનુ આગમન થતાં,અવનીપર પ્રભાત એને કહેવાય
પ્રભાત પારખી  ઉઠી જતાં,જગે દેહને સુર્ય સ્નાન મળી જાય
અજબ  શક્તિ છે એ દેવની,જે પ્રભાતે સ્નાનથીજ મેળવાય
ના દવા દુઆની જરૂર પડે દેહને.જે કુદરતની કૃપા કહેવાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સંધ્યાકાળની વિદાય થતાં,ચંદ્રદેવનુ આગમન આકાશેથાય
પ્રકાશ પામતા ચંદ્રદેવનો, જીવનમાં શીતળતા આપી જાય
પરકૃપાળુની આ બલિહારી,દીવસ રાતથીજ ઓળખાઈ જાય
મળે કૃપા સુર્યચંદ્રની જીવને,જે પ્રત્યક્ષ દર્શનથીજ મળી જાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.

=======================================

February 5th 2016

આજકાલ

.                     .આજકાલ

તાઃ૫/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ અજબ કસોટી,જે સમયની સીડી એ દેખાય
ઉંમરના બંધન છે દેહને,જે જીવને આજકાલથી પરખાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.
મારૂ એ છે મમતાનો સંબંધ,દેહના બંધનથી અનુભવાય
માબાપના સંબંધસંતાનથી,અવનીપર આગમને દેખાય
નિર્મતાએ જીવન જીવતા,આશિર્વાદની વર્ષા વરસી જાય
સાચો સંબંધ છે સંસારનો,આજકાલના સંબંધથીસમજાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.
આજને સમજી જીવતા જીવનમાં,આવતીકાલ સુધરીજાય
ભુતકાળને સમજીને જીવતા,દેહની આજ પવિત્ર થઈજાય
કરેલકર્મ એબંધન જીવના,જીવને અનેકદેહથી બંધનથાય
પવિત્રરાહ પકડીને ચાલતા,દેહની આજ પવિત્ર થઈ જાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.

======================================

February 5th 2016

કોણ છે મારૂ

.                . કોણ છે મારૂ

તાઃ૫/૨/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો બંધન છે જગતથી,જે જન્મ મરણથી દેખાય
મળે દેહ જીવને ત્યાં કોણ મારૂ,ને કોણ તારૂ એ બંધાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.
સરળજીવનમાં ના માગણી કોઇ,ના ચિંતા સ્પર્શી જાય
સમયની શીતળ કેડી દેહને,નિર્મળ જીવન આપી જાય
માનવજીવન નાસ્પર્શે જીવને,સાચી ભક્તિએ સમજાય
અપેક્ષાના વાદળ છુટે,ત્યાં જન્મની જ્યોત પ્રગટી જાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.
સવારસાંજને સમજી જીવતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
પ્રગટે ભક્તિજ્યોત જીવનમાં,શાંન્તિનો સાથ મળી જાય
આવીઆંગણે શ્રધ્ધારહે,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
સદાયસ્નેહના વાદળવરસતા,પવિત્રકર્મ જીવનમાંથાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.

+++++++++++++++++++++++++++++++++++++

February 4th 2016

શ્રીસુર્યદેવ

Suryadev

.                 . શ્રી સુર્યદેવ

તાઃ૪/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા કરજો શ્રી સુર્યદેવ,જીવને મળેલ જન્મ સફળ થઈ જાય
અંતરમાં  છે એક અપેક્ષા,જીવનમાં સદા ભક્તિ પ્રેમથી થાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.
નિર્મળ જીવન ને રાહ મળે,સંગે  પવિત્ર જીવન જીવી જવાય
સંસારની સીડી  પ્રેમથી ચઢાય,જે  દેહની માનવતા કહેવાય
પળેપળને સાચવજો સુર્યદેવ,અંતરથી પ્રાર્થના સદાય થાય
અંતએવો આપજો પિતાજી,સંતાનનાજીવને મુક્તિમળીજાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.
કર્મના બંધન તો જીવને જકડે,ના જગતમાં કોઈથી છટકાય
મળીકૃપા શ્રી સુર્યદેવની જીવને,જીવનમાં અનુભવેસમજાય
મનને મળેલ શ્રધ્ધા જ સાચી,જે પ્રદીપને બોરસદ લઈ જાય
અજબ શક્તિશાળી છો દેવ તમે,સુર્યદેવને કોઇથી ના અંબાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.
ૐ હ્રી સુર્યાય નમઃના મંત્રથી,જીવને અનંત શાંન્તિ મળી જાય
સુર્યદેવના આગમને દુનીયા  જાગે,ને આથમતા સૌ  સુઈ જાય
અજબલીલા  અવીનાશીની,જે સાચીનિર્મળ ભક્તિએ મેળવાય
નાકોઈ મોહ રહે જીવનમાં,કે ના જીવ જન્મના બંધનથી બંધાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.

=========================================

February 3rd 2016

માડીનો પ્રેમ

.               . માડીનો પ્રેમ

તાઃ૩/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગુણલા ગાતા,જીવને અનંત સુખ મળી જાય
પાવનરાહ મળતા જીવને,શ્રધ્ધાએ માડી કૃપા થઈ જાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.
આંગણેઆવી રાહ જોઉ મા,આવી આ ઘર પાવન કરી જાય
શ્રધ્ધા રાખી માડી દર્શન કરવા,મારા અંતરમાં આનંદથાય
મારુ તારુની માયાને છોડતા,જીવને ભક્તિ રાહ મળી જાય
ના માગણી ના મોહ સ્પર્શે જીવને,જ્યાં માતારી કૃપા થાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.
પળે પળ ના હાથમાં માનવીના,જે સમય સમયે સમજાય
મનથીકરેલ માળા માડીની,દેખાવની દુનીયા ભગાડી જાય
કૃપાનીકેડી પામવા માડી તારી,સાચીભક્તિ અંતરથી થાય
શ્રધ્ધા પ્રેમને સ્વીકારી મા,અંતે જીવને મુક્તિરાહ મળી જાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.

========================================

February 1st 2016

આંખમાં પાણી

.                   . આંખમાં પાણી

તાઃ ૧/૨/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની આ અજબ છે લીલા,જે અનુભવથી જ સમજાય
માનવ જીવનમાં એ સ્પર્શે જીવને,જે નિર્મળ આંખોથી દેખાય
……….સમય સમયની આ શીતળ કેડી,માનવીને સંબંધથી સ્પર્શી જાય.
કર્મની શીતળ કેડીએ જીવને,જગતમાં માનવદેહ મળી જાય
અવનીએજ છે  કુદરતની કેડી,જ્યાં જીવને દેહથી લાવી જાય
અનેક દેહ એતો કુદરતની લીલા,જે દેહને આંખથી જ જોવાય
સાચી સમજણ મળે જીવને,જ્યાં નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ થાય
……….સમય સમયની આ શીતળ કેડી,માનવીને સંબંધથી સ્પર્શી જાય.
માનવદેહને છે સંબંધ અનેક,જે સમાજના બંધને અનુભવાય
કુટુંબના બંધન એ જગતની સીડી,જે  કરેલ કર્મથી મળી જાય
અંતરનો પ્રેમ દેખાય જીવનમાં,જે આંખમાં પાણી આપી જાય
દેખાવથી એ દુર જ રાખે જીવને,ના કળીયુગ પણ સ્પર્શી જાય
……….સમય સમયની આ શીતળ કેડી,માનવીને સંબંધથી સ્પર્શી જાય.

==========================================

« Previous Page