November 12th 2020

જય ધનતેરશ

દિવાળી પૂજા વિધિ - આ રીતે કરો દિવાળીએ લક્ષ્મી પૂજા
.           .જય ધનતેરશ 
તાઃ૧૨/૧૧/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારત એક પવિત્રભુમી અવનીપર,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ જાય
અદભુત તાકાત વ્હાલા લક્ષ્મીમાતાની,કૃપાએ ધરતીપર દેહને સુખ મળી જાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
લક્ષ્મીમાતાનો દેહ લીધો ભારતમાં,જ્યાં શ્રી વિષ્ણુજીનાએ પત્નિ પણ કહેવાય
અવનીપર મળેલ દેહને સંબંધ કર્મનો,જે જીવને જન્મમરણના સંબંધથી દેખાય
કર્મધર્મને પવિત્રરાહે પકડી જીવતા,મળેલ દેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય
પવિત્રતહેવારના દીવસો ભારતમાં સચવાય,જે ધનતેરશ દીવાળી પણ કહેવાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
મળેલ જન્મને સાર્થક કરવા માનવીને,જીવનમાં નિર્મળ શ્રધ્ધાએ ભક્તિ કરાય
પાવનકૃપા મળે પવિત્રદેહને જીવનમાં,જે દેહને તનમનથી શાંંતિ આપી જાય
અનેક પવિત્રદેહ પરમાત્માના દેહ કહેવાય,જે પવિત્રભાવનાથી પુંજતા સમજાય
વ્હાલા પુજ્ય લક્ષ્મીમાતાની કૃપા મળે,જ્યાં પવિત્ર ધનતેરશે પુંજનઅર્ચન કરાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
***************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment