પ્રેમાલીંગન
………….. પ્રેમાલીંગન
તાઃ૨૬/૮/૧૯૭૫ …….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
…………….. જગતમાં અહીં તહીં ભટકાયો
…………………………………જીવનમાં પ્રેમ કદી
પ્રેમ થતો અંતરમાં તે પર,જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી અંતે કિનારે આવ્યો
……. ………..જીવનમાં પ્રેમ કદી
આવ્યો જ્યારે ભવસાગરના શીતળ શાંત કિનારે
પામ્યો નહીં હું પ્રેમાલીંગન દુર તેથી હું ખોવાણો
…………………………… ……….જીવનમાં પ્રેમ કદી
સાગરમાં જેમ મીન તરસે તેમ હું પણ તરસતો
મને મળી તુ દેતી સહારો,જીવન જીવવા જાગ્યો
…… ………..જીવનમાં પ્રેમ કદી
આશ જીવનમાં હતી ત્યારે જીવનજીવવા રોકાણો
સાથ મનેમળે જીવનમાં આનંદાલીંગન જીવીજાશું
…………………………… ……….જીવનમાં પ્રેમ કદી
——————————————————