August 6th 2008

ૐ બમબમ ભોલે ૐ

                                      

                  બમબમ ભોલે  
તાઃ૪/૮/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
             (શ્રાવણ માસના પવિત્ર સોમવારે)

ભોલેનાથનું ભજન થાય ત્યાં મા પાર્વતી હરખાય
          ભક્તિ કેરી ગંગામાં ન્હાતા જીવન પાવન થઇ જાય
                                      ……..એવા વ્હાલા ભોલેનાથ ભગવાન.
ડમરુવાગે પ્રેમ મળે જ્યાં સ્મરણ સતત પણ થાય
         માતાપિતાની વરસે કૃપા જે પ્રેમે ભક્તોને મળી જાય
                                      …….એવા વ્હાલા મા પાર્વતી ખુશથાય.
ત્રિશુલ સોહે પ્રભુને હાથે જ્યાં ભક્તોના અણસાર
        લાગણી દેતા  માનવ મનને જ્યાં જીવની ગતી થાય
                                        ……..એવા પ્યારા ભોલેનાથ ભગવાન.
પ્રદીપને પાવન પ્રેમ થયો ને રમા વંદે જગતાતને
         શાંન્તિ જગમાં ના શોધે મળતી ભક્તિથી મળી જાય
                                        …….એવા દયાળુ જગતપિતા મહાદેવ.
મુક્તિદાતા ભક્તિ પ્રણેતા જગ જીવો પર રહેમાય
         ના મોહ ના લાલચ લટકે જન્મ પાવન થઇ જાય
                                       …….એવા વ્હાલા હરહર ભોલે મહાદેવ.
 
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment