August 17th 2008

ભોળાનો ભગવાન

                       ભોળાનો ભગવાન  

તાઃ૧૭/૮/૨૦૦૮  ….                       પ્રદીપ બ્રહ્મભટ્ટ્  

ભોળાભાવે કરેલ કામ જગમાં માનવતા કહેવાય
           અંતર છે ઉભરાય સ્નેહસાથે મનમાં શાંન્તિ થાય
લાગણી આપી પ્રેમ મેળવી જગતમાં જીવી જાણો
           શું લાવ્યાતા શું લઇજવાના મનમાં નિર્ણય રાખો 
                                       ……..ને કરજો ભક્તિ ભોળાભાવે

કૃપા પ્રભુની મળશે ત્યારે સેવા મનથી કરશો જ્યારે 
           અગમનિગમના ભેદભ્રમણથી મુક્તિ મલશે ત્યારે 
ઉભરો જ્યારે મનમાં આવે તો પ્રેમથી વહેંચી લેજો 
          અંતરમાં જો રહી ગયોતો મુક્તિથી તમે દુર રહેશો 
                                        ……ને કરજો ભક્તિ ભોળાભાવે

આજકાલના આ ચકકરમાં પ્રભુ સ્મરણ જો ચુકશો
         ના આરો કે ના કિનારો  આ જન્મ એળે જાશે તારો
લઘરવઘર આ લાઇફમા ગાશો જલાના ગુણગાન
          પ્રભુ ભક્તિમાં ના કોઇ ભેદ, છે ભોળાનો ભગવાન
                                    ……જ્યારે કરશો ભક્તિ ભોળાભાવે

++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment