August 17th 2008

નામની રામાયણ

                          નામની રામાયણ

તાઃ૧૭/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્

મારું નામ છે શાન્તિભાઇ,પણ મારે જીવનમાં શાન્તિ નહીં
ફાંફા મારુ અહીં તહીં, પણ ઘરમાં કંઇ આવક થતી નહીં
…………..આ વાત ના કહેવા જેવી થઇ જેની મુઝવણ રહેતી ભઇ

આ સામે આવ્યા ચતુરભાઇ જેમની વાત મેં સાંભળીઅહીં
નામ ચતુરભાઇ પણ કોઇ જગ્યાએ ચતુરાઇ વપરાયનહીં 
જ્યાં ત્યાં વીલામોઢે મોં ખુલ્લુ રાખે ના જવાબ આપે કંઇ
                                     ..આ વાત ના કહેવા જેવી ભઇ

આ મળ્યા મને સ્વરુપભાઇ, જેમને જોઇ બીતા અનેકઅહીં
નામ સ્વરુપ પણ દેખાવને નાસંબંધ ત્યારે આવુ બને ભઇ
અરજીવાંચી સાહેબ ખુશ,પણતેમને જોઇને બીક લાગીગઇ
                                   …આ વાત ના કહેવા જેવી ભઇ

મનોહરભાઇને જોઇને લાગે કે આ કામ મન લગાવી કરશે
મનમાં ના કોઇ મનોરથ કે ના ભણતરને કાંઇ લાગે વળગે
પૈસા આપી પાસથયા ત્યાં અહીં આવી નોકરી કેમની કરશે
                                  …આ વાત કેમ કરીને કહેવી અહીં 

મોં દબાવી નીચે જોઇ અહીં ઓફિસમાં ચાલતા દીઠા આજે
નામ હસમુખભાઇ પણ મોં દીવેલ પીને આવ્યા લાગે અહીં
ના લાગે વળગે જ્યાં નામને ત્યાં બહેનોને કામ કરતી દીઠી
                               …આ વાત તમારે જાણવા જેવી ભઇ

=======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment