September 5th 2008

મર્કટ મન

                         મર્કટ મન

તાઃ૪/૯/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમે મનાવું ,મનને સમજાવું,મનને હું વ્હાલ કરું
મનની ચિંતા,મનની વ્યાધી, શાંન્તિથી હું પતાવું
                                    ……….ભઇ મન મારું મર્કટ જેવું
પાપાપગલી કરતો ત્યારે માન ખાવાને લલચાતું
હાથમાં કશું ના આવે ત્યાં હું ઉંઆ ઉંઆ કરી જાઉ 
                              ……….ભઇ મન મારું મર્કટ જેવું
ડગલી માંડતા શીખ્યો ને મનને સમજ પણઆવી
આ મારું ને આ તારુંમાં બીજાની સલાહ ના માગું
                              ……….ભઇ મન મારું મર્કટ જેવું
અગમનિગમની અકળામણ મનમાં ત્યારથી થઇ
જ્યારથી માનવજીંદગીની આ ગતી સમજાઇ ગઇ
                               ……….ભઇ મન મારું મર્કટ જેવું
મનને જ્યારે ખ્યાલઆવ્યો મારે જીંદગીજીવવી ભૈ
જલાસાંઇને પ્રાર્થના કરતાં મહેનતને મનાવી અહીં
                            ……….ભઇ મન મારું મર્કટ જેવું
મહેનત કરતાં મનથી જ્યારે શાંન્તિ થોડી મળતી
મર્કટમન જ્યાં ના માને ત્યાં તકલીફ ભૈ ભટકાતી
                              ……….ભઇ મન મારું મર્કટ જેવું
+++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment