નૈનોના મેળ
……………………… નૈનોના મેળ
તાઃ૧૩/૭/૧૯૭૫…………………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
નૈનો મળ્યા છે,કાજળ કીધેલા
……………..કેમે હું વિસરુ શીતળ મળેલા
…………………………….જંખે છે મનડુ, દુરથી નજીકમાં
………..નૈનો મળ્યા છે.
તમને મેં જ્યારે,મનથી જ માન્યા
……………..ક્યાંથી હવે એ અળગા બનો છો
………………………………દીઠ્યાતા મેં તો,સરવર કિનારે
…………નૈનો મળ્યા છે.
ભરશો એ ક્યારે,દીલડાના ઘાવો
……………..તમથી જ એ તો, પુરણ બને છે.
…………………………….મીથ્યા ના માનો, પ્રેમે સ્વીકારો
……….નૈનો મળ્યા છે.
ઝંઝટ જીવનની મળતી હમેશા
……………..કાજળ ને નૈનો સ્નેહે મળેલા
………………………….પ્રેમે મળેલા પ્રેમે દીપેલા છો હમેશાં
……….નૈનો મળ્યા છે.
=======================================