ઝાપટ પડી
…………………… ઝાપટ પડી
તાઃ૧૭/૯/૨૦૦૮ ………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના વપરાયો હાથ કે ના દીઠી કોઇએ સોટી
ના માગણી કોઇએ કરી તોય મળીગયુ IKE
  …………………………………….ભઇ કુદરતની આ નીતી.
પવન વીફર્યો ને વરસાદ પણ ખુબ પડ્યો અહીં
જ્યાંકલ્પનાકોઇએ નાકરી ત્યાંતકલીફજોવાઇગઇ
ના બ્રેડ શોધે કે ના કોઇ સેન્ડવી શોધતા અહીં
લાઇનો લાગેને શોધે પેટ્રોલ ને લાઇટ ચાલીગઇ
મકાનમાં ના રહી કોઇ શેફટી ને શેલ્ટર શોધે ભઇ
નળીયા નાહોય અહીંને પટ્ટીઓ ઉડતાછત ઉડીગઇ
 …………………………………………..ના વપરાયો હાથ
ચાલવુ હોયતો ચાર માઇલચાલો ના કોઇ મળેઅહીં
નામળે રાઇડ કે ના મળે લીફ્ટ હાથ ઉચો કરો અહીં
મોટીદુકાનો ટાઢી થઇગઇ જ્યાં  વિજળી ચાલીગઇ
ખોલી ઉભા રાહ જુએ ને છેલ્લે પાણી વેચે અહીં
વાતો મોટી જગમાં કરે તોય ખાવા લાઇનો થઇ
માનવતાની થોડી મહેંક મળતા મફત ખાતાઅહીં
 ….                                 ……..ના વપરાયો હાથ
હાય હાય કરતાં હતાં ત્યાં કોઇની હાય લાગી ગઇ
કુદરતની કલા છે નિરાળી IKE થી જણાઇ ગઇ
વાહનોની વહેતી ગંગા જાણે હાઇવેથી છુપાઇગઇ
ગણ્યા ગાંઠ્યા વાહન દોડે ને પેટ્રોલની અછતથઇ
ના ચાલી હોશિયારી કે ના કોઇ દેખાવ ચાલ્યોભઇ
કરામત પરમાત્મા જ્યાંકરે ત્યાં માનવીકાંઇજ નહીં
 ……………………………………………………ના વપરાયો હાથ
*****************************************
      હ્યુસ્ટનમાં આવેલ  વાવાઝોડાથી કુદરતની ઝાપટનો અનુભવ થયો અને લખાઇ ગયું