આરાધના
………. ……….. આરાધના
તા૨૦/૧૧/૧૯૭૭ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા અંબા તારી કરુ આરાધના,
મુજ હૈયુ તુજને સદા નમે
પ્રેમે દર્શન કરવા માડી
તરસે મારા મન અને પ્રાણ
……..મા અંબા તારી
ગબ્બર થી આવે અંબે મૈયા
મા કાળકા પાવાગઢથી
આવે મૈયા ભક્તો કાજે
…………… સાચી એક સૌની ભક્તિ
…………………………….. …….મા અંબા તારી.
મા આણંદ આવે પ્રેમે ઘુમે
……………….. અમ ગરબે રમતા સૌની
કાયા પલડે મનડં પલડે
પ્રેમે તારા માવડી..ઓ..(૨)
………………………………….. ….મા અંબા તારી.
ગરબે ધુમતી ચાચર ચૉકે
ભક્તોની સુણી પુકાર
તાલે તાલ મલે ત્યાં
………………………જીવનો થાય ઉધ્ધાર
………………………………. …………મા અંબા તારી
+++++++++++++++++++++++++++++++++++++++++