April 9th 2009

અજ્ઞાનતાનો અંધકાર

                    અજ્ઞાનતાનો અંધકાર   

 તાઃ૮/૪/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

મેં કર્યુ મેં કર્યુ  તેમ મનથી  સમજાય છે પળવાર

કેવી રીતે ક્યારે થયુ, તેનો કંઇ ના મળે અણસાર

                                  ……….મેં કર્યુ મેં કર્યુ  તેમ.

મનુષ્ય જીવનમળે અવનીએ,પળમાં પરખાઇજાય

પ્રાણીમાંથી મુક્તિ મળતાં,કૃપાએ માનવી થવાય

મતિની ગતીને માણતાં,સાચી સમજ આવી જાય

શુધ્ધ બુધ્ધિએ વિચારીએ,ત્યાંઅજ્ઞાનતા દુર થાય 

                                  ……….મેં કર્યુ મેં કર્યુ  તેમ.

એક ભાવના ટેકમાં રહેતા,સાચી દ્રષ્ટિ મળી જાય

ઓળખી લેતા માનવ મનને,પવિત્ર જીવન થાય

ભજન ભક્તિને સંગે રાખતાં,પ્રભુ કૃપા મળી જાય

સાચીસમજ આવતાં,અજ્ઞાનતાનો અંધકારદુરથાય

                                  ……….મેં કર્યુ મેં કર્યુ  તેમ.

 

++++++++++++++++++++++++++++++++++++++

April 9th 2009

લાયકાત

                            લાયકાત

તાઃ૮/૪/૨૦૦૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુત છે આ લીલા, જે સમજી ના સમજાય
કેવી વૃત્તિ આ મનની,ના પારખી ના પરખાય
                               ………અદભુત છે આ લીલા.
આંગણેઆવી ઉભીરહી,ઉજ્વળ જીવનની જ્યોત
મનની મુંઝવણમાં મળી રહે,નાજાણી જીવે ખોટ
અવનીપર જ્યાં દેહ મળે,ત્યાં સૃષ્ટિને સમજાય
ઉત્તમ જીવનની આ કેડી,લાયકાતે જ મળીજાય
                               ………અદભુત છે આ લીલા.
તનમનથી વિચારતાં, છે સકળ જગત પરખાય
ભક્તિના એક તાંતણો,જીવને શાંન્તિ મળી જાય
આગળનો વિચાર કરેત્યાં, ભુતકાળ ગળી જવાય
સમજીસાચવી જીવેજીવન,કૃપાલાયકાતે મળીજાય
                                ………અદભુત છે આ લીલા.
મેળવી લેવી માનવતા,તો જગતપ્રેમ મળી જાય
ના માગવી કોઇ માગણી,પ્રભુ કૃપાએ આવી જાય
સંતની સાચી સેવા મળે,ત્યાં સંસાર ઉજ્વળ થાય
જલાસાંઇની ભક્તિ નિરાળી,લાયકાતે પ્રેમમળીજાય
                                ………અદભુત છે આ લીલા.

=======================================

April 7th 2009

સવારથીસાંજનો કક્કો

                      સવારથીસાંજનો
                                       કક્કો

તાઃ૬/૪/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

    કર્મ એવા કરો કે જે જીવને શાંન્તિ આપે.
ખ     ખાતી વખતે હંમેશાં પરમાત્માને યાદ કરો.
ગ     ગયેલી વાતને ભુલી આવતીકાલનુ વિચારો.
ઘ     ઘરને મંદીર બનાવવા જીવથી પયત્ન કરો.
ચ     ચતુરાઇનો ઉપયોગ હંમેશા માણસાઇમાં કરો
છ     છુપાવવુ એ ગુનો છે
જ     જરુર પુરતું જ બોલવું તેમાં માણસાઇ છે.
ઝ     ઝગડવુ એ પાપ છે,રસ્તો કાઢવો તે હોશિયારી છે.
ટ      ટકોર થાય તેવુ આચરણ કરવું નહીં.
ઠ      ઠોકર વાગતા પહેલા સંભાળીને ચાલો
ડ      ડગલુ ભરતાં પહેલા વિચારવુ તે જ્ઞાન છે.
ઢ      ઢગલો પ્રેમનો રાખો, પૈસાનો નહીં
ત     તમારા સંતાનોને ભક્તિ તરફ વાળો.
થ     થાય એટલી જ વિશ્વાસથી ભક્તિ કરવી.
દ     દયા પરમાત્માની મેળવવાનો આગ્રહ રાખો.
ધ     ધનનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરો.
ન     નથી તે શબ્દ ભુલી જાવ પરમાત્માએ લાયકાત પ્રમાણે બધુ આપેલ છે.
પ     પારકુ એ પારકુ છે પોતાનુ એ પોતાનુ છે.
ફ      ફરી પૃથ્વી પર ભટકવુ હોય તો દુશ્કર્મોને વળગી રહો.
બ     બને ત્યાં સુધી ઘરમાં મંદીર રાખી સેવા કરો.
ભ     ભટકવાના ઘણા રસ્તા છે શોધવા નહીં પડે.
મ     મળેલ જન્મ સફળ કરવો તમારા હાથમાં છે.
ય     યજમાનને હંમેશા આવકાર આપો.
ર     રટણ હંમેશાં મનથી કરો આશરો શોધવો નહીં પડે.
લ     લખેલા લેખ સાચી ભક્તિથી બદલાય છે.
વ     વર્તન અને વાણી જીવનના બે પૈડા છે.
શ     શાણપણ એ મૌનમાં સમાયેલ છે.
ષ     ષોષણ કરવુ તે પાપ છે.
સ     સદા સાચા સંતના આશરે રહેવુ સાચો રસ્તો તે બતાવશે.
હ      હમણા નહીં કાલે તેમાં આખી જીંદગી પુરી થઇ જશે.
ક્ષ     ક્ષણને પારખશો તો કદી નીચુ નહીં જોવુ પડે.
ત્ર     ત્રણે લોકમાં પરમાત્માનો વાસ છે.
જ્ઞ     જ્ઞાન એ જીંદગીનો પાયો છે.

+++++++++++++++++++++++++++++++++++++++++

April 6th 2009

અખંડકૃપા

                             અખંડકૃપા              

તાઃ૫/૪/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અખંડકૃપાએ, મહેંકી રહ્યા ઘરબાર
પામી તારી જ્યોત નિરાળી,ઉજ્વળ છે સંસાર
ઓ દીનદયાળુ,ઓ પરદુઃખ ભંજન
તારી લીલા અપરંપાર,જેનોદુનીયામાંનહીંપાર
                                ……માડી તારી અખંડકૃપા.
ધુપદીપ સંગ વંદીએ પ્રેમે,સદા હૈયે રાખીએ હેત
ગંગાજળની ઝારી લઇએ પવિત્રપાવન કરવાદેહ
વંદન કરીએ દેહ થકી,ક્યાંક અમીદ્રષ્ટિ મળીજાય
                                ……માડી તારી અખંડકૃપા.
માનવમનથી હેત રાખતા,તારો મળી રહે માપ્રેમ
ભજન ભક્તિની પ્રીત છે એવી, મળે દ્રષ્ટિએ હેત
કૃપાસાગરની તુ માદેવી તારાઝાંઝર સુણીએ છેક
                                ……માડી તારી અખંડકૃપા.

=========================================

April 6th 2009

દેખાઇ ગઇ

                                 દેખાઇ ગઇ

તાઃ૫/૪/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખોને ના અણસાર મળે,કે ના કોઇથી પણ સમજાય
એવી આ દેખાવની વૃત્તિ,તમને ક્યાંથી ક્યાં લઇ જાય
                               …….આંખોને ના અણસાર.
લીપ્સ્ટીક,લાલી ને પાવડર, તમને લાગે દેખાવે સુંદર
લટક મટક તો આવી જાય,જ્યાં આવે અમેરીકા અંદર
નાની કે ના મોટી ઉંમર,સૌની દેખાય જુવાની પગભર
                                …….આંખોને ના અણસાર.
આંખમાંથી જ્યાં લેન્સ પડે,ત્યાં જુવાની જણાઇ ગઇ
વરસાદની એક બુંદ પડે, ને વાળ સફેદ દેખાઇ જાય
મટે મૅટ,મનુ કે મનુભાઇ, ત્યાં તો મનુકાકા થઇ જાય
                               …….આંખોને ના અણસાર.
કુદરતનો એક અણસાર મળે,કે ના જુવાની એળે જાય
સમયનેપારખી સમજી લેતાં,શાંન્તિ મનને આવીઅહીં
છાનુછપનું સૌ રહીજ ગયું,ને આખરે ઉંમર દેખાઇ ગઇ
                               …….આંખોને ના અણસાર.

##############################################

April 5th 2009

મળ્યા મનુભાઇ

                              મળ્યા મનુભાઇ

 તાઃ૪/૪/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાનજીભાઇ તો કુંજ વિહારી, સૌનો પામે પ્રેમ
મળી જાય જ્યાં મનુભાઇ,ત્યાં હૈયે ઉભરે હ્રેત
                                 …….કાનજીભાઇ તો કુંજ.
જીવનની આ પગદંડી પર,મળી મિત્રની મહેર
ચાલી સાથે માણી લીધી,બચપણની એ નહેર
ઉજ્વળતાના સોપાન પર, આશીર્વાદની લહેર
કેવી લીલા પરમપિતાની,જીવનમાં આવે પ્રેમ
                                 …….કાનજીભાઇ તો કુંજ.
સુખદુઃખની સાંકળમાં, લીધી કાનજીભાઇ એ ટેક
સફળતાના સોપાન મળે,જ્યાં મહેનત સાથેદીલ
એક,બે કરતાં કરતાં જીવે, મેળવી પ્રભુની પ્રીત
મળ્યા પ્રેમને મળી કૃપા, ઉજ્વળ જીંદગી દીઠી
                                  …….કાનજીભાઇ તો કુંજ.
મનુભાઇની ભક્તિન્યારી,મહેર જલાબાપાની થઇ
ભક્તિ કરતાં મહેનત કીધી,જીવન જીવવા અહીં
મળ્યામાન સંતાનથી,મળ્યો અર્ધાન્ગીનીનોપ્રેમ
જીવ્યાજીવન અવનીએ,ને મેળવ્યા દીલથી હેત
                                   …….કાનજીભાઇ તો કુંજ.

+++++++++++++++++++++++++++++++++++++++

April 5th 2009

માની લીધુ

                          માની લીધુ

તાઃ૪/૪/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન ઉજ્વળ કાજે મેં આંગળી પકડી આજે
લઇ લેજે જગનો પ્રેમ,ના રાખવો તેમાં વ્હેમ
                                   …….જીવન ઉજ્વળ કાજે.
જ્યાંમળે હાથનેમાળા,માયા બદલે ત્યાં કાયા
કૃપાનો સાગર ગરજે,ત્યાં પ્રેમની વર્ષા વરસે
હેત ઉભરે જ્યાં હૈયે,માની લીધુ પ્રેમ પ્રભુનો એ છે
                                   …….જીવન ઉજ્વળ કાજે.
મન માટીને મોહ કદી, માનવમન પામી શકે
જગત જીવ ને જોશને, કૃપા વગર જાણી શકે
જ્યાં મનથી છુટેમોહ,માનીલીધુ પ્રેમ પ્રભુનો એ છે.
                                    ……જીવન ઉજ્વળ કાજે.
સંત મળે સંસારમાં,માયા સાથે છુટે મળેલ મોહ
લોભલાગે જ્યાં ભક્તિનો,નારહે જગમાં કોઇ દ્રોહ
અતુટ પ્રેમ જ્યાં મળે.માનીલીધુ પ્રેમ પ્રભુનો એ છે.
                                   …….જીવન ઉજ્વળ કાજે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

April 4th 2009

કર્તાહર્તાની માયા

                કર્તાહર્તાની માયા

તાઃ૩/૪/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્તા હર્તાની ના માયા કે ના માયા દામ દમડીની
માયા મને લાગી ભક્તિની ના જગતની શક્તિની
                                     ……કર્તા હર્તાની ના માયા.
અર્જુનને અણસાર દીધો ત્યાં છુટી માયા સૃષ્ટિની
નાહક ની વ્યાધી આ દેહને ના મળે કોઇ લગની
મુક્યા મોહ ધરતીપરના ત્યાંમળી માયાભક્તિની
સકળ સૃષ્ટિના તારણહાર,જગથી આવે ત્યાંમુક્તિ
                                    …… કર્તા હર્તાની ના માયા.
જલા સાંઇની ભક્તિએ મને મળ્યા સાચા સંસ્કાર
આજકાલનોના ભરોસો આતો કળીયુગછે કહેવાય
ક્યારે આવે મૃત્યુ દેહને ના માનવીથી સમજાય
મળીજશે આ પામરદેહ અવનીમાંમૃત્યુ તેકહેવાય
                                    …… કર્તા હર્તાની ના માયા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

April 2nd 2009

તેલ માલિશ

                             તેલ માલિશ

તાઃ૧/૪/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

તલના તેલની માલિશ, કરવા હું ઘેર આવીશ
સેહદતમારી સુધારીશ,હું રુપીયાલઇશ ચાલીસ
                                  ……ભઇ તલના તેલની.
હાથપગને શરીર દુઃખે,જ્યાં ઉંમર થાય તમારી
જુવાનીના જોરમાં રહી,ના ચિંતા કરી શરીરની
હાડકાને ના પોષણ દીધુ,ઉંમરે તમે જાણીલીધુ
                                  ……ભઇ તલના તેલની.
શરીરને સથવારા બે, કુટુંબનો ને બીજો ઉંમરનો
સાચવીબન્ને ચાલોજાણી,નાવ્યાધિઆવેવણમાગી
ભુલ સુધારી આવો દોડી, માલિશ કરુ હું નિરાળી
                                   ……ભઇ તલના તેલની.
તલના તેલમાં તાકાત એવી, હાડકાને દે શક્તિ
ઉંમર ના દેખાયશરીરની,ને ના લેવીપડે લાકડી
શાણપણમાં સમજીલો,વાતકરી મેં જાણવા જેવી
                                   ……ભઇ તલના તેલની.

==================================

April 1st 2009

ક્યારે મળે?

                         ક્યારે મળે?

તાઃ૩૧/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ,જીવન ને સંગાથ,જગતમાં જન્મ મળે મળી જાય
સગપણનો રહે સંગાથ સદા,પણ પ્રેમ માનો ક્યારે મળે?
                                     ……..જીવ,જીવન ને સંગાથ.
આગમન ને વિદાયની વેળા,માનવ મનથી છે સમજાય
કેટલી,ક્યારે,કોની માયામળે,જગતમાં કોઇથીના કહેવાય
મનમુકીને અહીં માણી લેતા,જગજીવન પણ મહેંકી જાય
ના અણસાર જગતમાં જીવને રહે,અંત જીવને ક્યારેમળે?
                                      ……..જીવ,જીવન ને સંગાથ.
સૃષ્ટિનો સહવાસ મળે જ્યાં,ભક્તિપ્રેમ જીવને મળી જાય
એવી કરુણા પામી લીધી,જોઇ જગતના જીવોછે લબદાય
સર્જનહારની અકળલીલા છે,જે જીવોને શાંન્તિદે પળવાર
મહેક ને પ્રેમ મળે ભક્તિનો,પરમાત્માની કૃપા ક્યારેમળે?
                                      ……..જીવ,જીવન ને સંગાથ.

…………જય રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ……..…..

 

« Previous Page