લગ્નદીન
.
.
.
.
.
.
.
.
.
. લગ્નદીન
તાઃ૧૦/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીકરી અમારી લાડલી,અવનીએ દિપલ છે એનું નામ
વરસે આશીર્વાદની વર્ષા પ્રેમે,ને લગ્નજીવન મહેંકાય
………….દીકરી અમારી લાડલી.
બાળપણમાં વ્હાલ મેળવતા,દીપુ લાડકોડથીજ હરખાય
સંસ્કારની કેડીપકડતાં જીવનમાં,પ્રભુ કૃપાય થઈ જાય
ભણતર જીવનમાં મેળવતા,ઉજ્વળ રાહ પણ મેળવાય
ચરણ સ્પર્શ કરતાં વડીલના,આ જન્મ સફળ થઈ જાય
…………..દીકરી અમારી લાડલી.
જીવનની આકેડી ચાલતાં,ઉંમરે લગ્ન જીવન મેળવાય
શ્રી નિશીતકુમારનો સાથ મળતાં,પતિપ્રેમ મળી જાય
લગ્નદીનની મધુર યાદને,સૌ સંબંધીઓથીય સહેવાય
૧૦મી મે એ યાદ લગ્ન દીનની,ના અમારાથી ભુલાય
…………..દીકરી અમારી લાડલી.
====================================
અમારી લાડલી દીકરી અને રવિની લાડલી બહેન દીપલને
આજે લગ્નદીનની શુભેચ્છા સહિત સંત પુજ્ય જલારામ બાપા અને
પુજ્ય સાંઇબાબાની કૃપા મળે તેવી પ્રાર્થના.
____________________________________________