મા સંતોષી
.
.
.
.
.
.
.
.
. મા સંતોષી
તાઃ૨૭/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા સંતોષીની આરતી કરતાં,હૈયે અનંત આનંદ થાય
શુક્રવારની સવાર નિરાળી,ઘરમાં ધુપ દીપ થઈ જાય
………મા સંતોષીની આરતી કરતાં.
ઘંટારવનો નાદ સાંભળી,મા કૃપાએ પ્રેમ મળી જાય
મનને શાંન્તિ ઉજ્વળજીવન,જગે જન્મ સાર્થક થાય
માતારા ચરણોમાંવંદન,દંડવતકરતાં મનડું હરખાય
શીતળતા અંતરમાં મળતાં,મા પાવનઘર થઈ જાય
………મા સંતોષીની આરતી કરતાં.
ચુંદડી ચોખા કંકુ ગંગાજળ,મા તારા ચરણોમાં ધરાય
સ્વીકારજે મા શ્રધ્ધા અમારી,જે કર્મ સાર્થક કરીજાય
માતારી એકનજર પડેતો,પ્રદીપનુ જીવન ધન્યથાય
મોહમાયાના બંધન તુટતાં,આ જન્મ સફળ થઈજાય
………મા સંતોષીની આરતી કરતાં.
*************************************