August 2nd 2011

કરુણા સાગર

.                            . કરુણા સાગર

તાઃ૨//૨૦૧૧ .                         . પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તિથી વિધીનો ના કોઇ સાર,મળી જાય ભક્તિનો સાથ
ઉજ્વળ કેડી જ્યાં જીવને મળે,ત્યાં મુક્તિદ્વાર ખુલી જાય
.                           ………તિથી વિધીનો ના કોઇ સાર.
મનથી કરતાં ભક્તિ પ્રભુની,રાહ  જીવનમાં મળી જાય
આવતી વ્યાધી દુર જ ભાગે,ના એ દુઃખ દઈ  શકે લગાર
જન્મમળતાં જીવનેદેહનો,દઈજાય એઅણસાર મુક્તિનો
ભક્તિભાવનો સંગમેળવતાં,વરસે જીવે કરુણાનો વરસાદ
.                              ……..તિથી વિધીનો ના કોઇ સાર.
નિર્મળભાવના મનમાંરાખી,સંત જલાસાંઇને પ્રેમે ભજાય
રાહ મળેછે જીવનમાં સાચી,જે દેહના વર્તનથી મેળવાય
કરુણા સાગરનો જ્યાં સંગમળે,ત્યાં પ્રેમથી પાવન થવાય
સદબુધ્ધીનો માર્ગ મળતાંદેહે,થતાં સૌકામ સફળ થઈજાય
.                             ………તિથી વિધીનો ના કોઇ સાર.

=========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment