May 12th 2012

સાચી સેવા

.                  .સાચી સેવા

તાઃ૧૨/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં જે ઉમંગ આપે,ને મનને શાંન્તિ દઇ જાય
સાચીસેવા એજીવનમાં,જે જીવને મોક્ષ આપી જાય
.                   ………………. અંતરમાં જે ઉમંગ આપે.
માયા વળગે દેહે જીવનમાં,કળીયુગમાં એછે અપાર
મળે નામુક્તિ કોઇ જીવને,એજ સાચી માયા કહેવાય
શાંન્તિનો સહવાસમળે દેહને,જે જીવને રાહતે દેખાય
સેવાની આ સાંકળ ન્યારી,સાચી ભક્તિએ મળી જાય
.                      ………………અંતરમાં જે ઉમંગ આપે.
તનમનને જે જકડી રાખે,જગમાં કોઇથી ના છટકાય
સાધુ સંત કે હોય ભિખારી,સૌને કળીયુગે મળી જાય
મુક્તિમાર્ગ નામળે માગતા,જે સાચી સેવાએ લેવાય
જલાસાંઇએ રાહ દીધો મને,મારુ જીવન પાવનથાય
.                   ……………….. અંતરમાં જે ઉમંગ આપે.

===================================